ભાસ્કર એક્સકલૂઝિવ:ભચાઉમાં ખાદ્ય-અખાદ્ય તેલનો કાળો વેપાર, અમુક દુષિત માનસિકતાવાળા ખેલ પાડી રહ્યા છે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફરસાણના ધંધાર્થીઅોની ધૂમ ખરીદી પણ ગમે ત્યારે ‘કાંડ’ થવાની દહેશત

ભૂકંપમાં બચીને જે લોકોએ જે જગ્યાઅએ આશરો લીધોએ ઉંચાણવાળી અને સલામત જગ્યા એટલે આપણું આજનું ભચાઉ શહરે. ‘બચાવ... બચાવ’ કરતા ભાગેલાઓથી વસ્યુ એટલે ધીમે ધીમે અપભ્રંશ થઇને ‘બચાવ’નું ભચાઉ થઇ ગયું અને કાળક્રમે 1819, 1956 અને 2001ના બધાજ ભૂકંપની થપાટ બાદ પણ રાવ અને સરકારના પ્રયાસોથી પગખોડીને ઉભા થયેલા ભચાઉને હવે ઔદ્યોગિક હવાએ ઘેરો ધાલ્યો છેે.

ભચાઉને હવે ઔદ્યોગિક હવાએ ઘેરો ધાલ્યો
પર્યાવરણ દુષિત થાય અેકરતા માનસિકતા દુષિત થાય એ વધુ જોખમી છે અને અા ભચાઉ શહેરમાં અમુક જણની માનસિકતા એટલી હદે દુષિત થઇ ગઇ છે કે તેઓ વિતેલા થોડા સમયથી જનજીવનના જાહેર આરોગ્ય સાથે રીતસરના ચેડા કરી રહ્યા છે. અત્યંત ગુપ્તપણે પ્રાપ્ત વિગતો અનુસાર આ નગરમાં હાલ ઓઇલ કંપનીઓને ઉંઠા ભણાવીને ખાદ્ય-અખાદ્ય તેલના મસમોટા જથ્થા સાથે રમત કરાય છે, કંપનીના જવાબદારોને ઉંઘતા રાખીને મેલીમુરાદવાળા તત્વો એ અમુક પરિવહનકારો સાથે સાંઠગાંઠ કરી છે અને 20 ટનનું ઓઇલ ટેન્કર 12થી 15 ટનનું બતાવીને ઉપલા પાંચ-સાત ટનના મસમોટા જથ્થાને તદ્દન કાળાબજારમાં સિફતપૂર્વક મૂકે છે પણ ભૂલ એ થાય છે કે આ તેલમાં ખાદ્ય-અખાદ્યનું પ્રમાણભાન રહેતું નથી અને આ​​​​​​​વનારા સમયમાં કોઇ મોટી જાનહાની કે રોગચાળા ફેલાય તેવી દહેશત છે.

તેલની ભેળસેળ મોટી મુશ્કેલી સર્જે તેવી દહેશત
ખાદ્યતેલની બ્રાન્ડેડ કંપનીઓના કેરબા, બેનર, સ્ટીકર અને પેકીંગનું કામ આ ઉપરના જથ્થાને અમુક સ્થળોએ સંગ્રહીને ત્યાંથી કરાય છે અને પછી ચૂપચાપ બ્રાન્ડેડ ખાદ્યતેલ તરીકે બજારમાં મૂકી દેવાય છે. મોટાભાગે મિઠાઇ-ફરસાણના વેપારીઓને આ જથ્થો વેંચાય છે, ભાવમાં મોટા તફાવતને ધ્યાનમાં લઇને વેપારી પણ લલચાય છે અને ફૂડએન્ડ ડ્રગ વિભાગની તો કુંભકર્ણ ઉંઘ છે જે ઉડતી જ નથી તેથી આ ખાદ્ય-અખાદ્ય તેલની ભેળસેળ મોટી મુશ્કેલી સર્જે તેવી દહેશત જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...