જન સમર્થન સાથે ફોર્મ ભર્યું:રાપર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે જંગી સભા યોજી ફોર્મ ભર્યું

કચ્છ (ભુજ )17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે. તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ રાપર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવતા પહેલા જાહેર સભા યોજી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ભાજપના ઉમેદવારે ભારે જન સમર્થન સાથે ફોર્મ ભર્યું હતું.

મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યાં
ભાજપના ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા સભા યોજી હતી. તેમજ સભામાં મોરબી દુર્ઘટનાના મૃતકોને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. માંડવીના પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર ખાતે યોજેલી સભામા વાગડના વિશેષ વિકાસની વાત કરી હતી. આ વેળાએ લોકો સાથે સંતો મહંતો, સામાજિક, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ઉદ્યોગપતિ અંબાવીભાઈ વાવીયા, રાજભાઈ રબારી, મહાદેવભાઈ વાવીયા, અરજણભાઈ રબારી, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વનવીરભાઈ સોંલકી, રાજુભા જાડેજા, મહાવીરભાઈ જોગું, ભગાભાઈ આહીર, સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોંલકી, તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા, ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...