નવ નિર્માણ કરવાનું વિચારણા હેઠળ:જિલ્લા ફાયર સ્ટેશનની ભુજની ઈમારત બનાવવાની જગ્યા વધુ એકવાર બદલશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર.ટી.ઓ. રિલોકેશન, આર્મી કેમ્પ બાદ હવે શહેર ફાયર બ્રિગેડ સ્થળે નવ નિર્માણ કરવાનું વિચારણા હેઠળ
  • તળિયેથી ટોચ સુધી ભાજપની સરકાર તોય કામમાં ગતિ નહીં!

જિલ્લા અગ્નિશમન દળની કચેરી જિલ્લા મથક ભુજમાં બનાવવા મંજુરી મળી ગઈ છે. પરંતુ, અાર.ટી.અો. રિલોકેશન સાઈટ બાદ અાર્મી કેમ્પ પાસે અને હવે ભુજ અગ્નિશમન દળની કચેરી પાસે રિકન્સ્ટ્રકશન કરી બનાવવાનો વિકલ્પ પણ વિચારણા હેઠળ છે. ભુજ નગરપાલિકાની નવી ઈમારત બનાવવા જગ્યા નહોતી મળી અેટલે અેજ જગ્યાઅે નવી ઈમારત બનાવવાની નોબત અાવી. નગરપાલિકા સ્થિત અેન.યુ.અેલ.અેમ. શાખા સંચાલિત સેલ્ટર હોમ બનાવવા પણ જગ્યા મળી નથી. હવે જિલ્લા અગ્નિશમન દળની કચેરી બનાવવા પણ જગ્યા મળતી નથી. જોકે, જિલ્લા અગ્નિશમન દળની કચેરી બન્યા બાદ કચ્છની અગ્નિશમન દળની કચેરીઅો નગરપાલિકાના નેજા હેઠળ નથી રહેવાની. જિલ્લા અગ્નિશમન દળની કચેરી પહેલા અાર.ટી.અો. રિલોકેશન સાઈટમાં રાજગોર સમાજવાડી પાસે બનાવવા જમીનની માંગણી કરાઈ હતી.

ત્યારબાદ અાર્મી કેમ્પ પાસે જમીનની માંગણી કરાઈ હતી. જે સ્થળે દબાણો હોઈ હટાવવાની વાત અાવી ત્યારે ફાઈલ મામલતદાર પાસે હતી અને મામલતદાર કચેરીઅે દબાણો હટાવવાની જવાબદારી નગરપાલિકાની દબાણ શાખા ઉપર નાખી દીધી. પરંતુ, નગરપાલિકાની જમીનમાં દબાણ નથી અેટલે નગરપાલિકા અે દબાણો હટાવી શકે અેમ નથી. ત્યાં સિટી સર્વે, મામલતદાર કચેરી, ભાડાઅે દબાણો હટાવવાના હોય છે. અામ સમગ્ર મામલો ગૂંચમાં નાખી દેવાયો છે.

કચ્છ સાૈરાષ્ટ્ર ઝોનના રિજિયોનલ ફાયર અોફિસર અનિલ મારુને કોલ કરી હકીકત જાણ પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું કે, અાર્મી કેમ્પ પાસે જમીન ફાળવવા ફાઈલ મામલદાર કચેરીઅે છે. દબાણ હટાવવાની કામગીરી નથી થઈ. ત્રીજા વિકલ્પ તરીકે ભુજ ફાયર સ્ટેશનના સ્થળે રિકન્સ્ટ્રકશન વિચારણા હેઠળ છે, જેમાં જિલ્લા કક્ષાની કચેરી ઉપરાંત ભુજ શહેરની પણ કચેરી સમાવી લેવાય. બીજી તરફ સૂત્રોઅે જણાવ્યું હતું કે, ટોપ ટુ બોટમ ભાજપની જ સરકાર છે. અામ છતાં કામમાં ગતિ કેમ નથી અાવતી અે અેક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...