ચૂંટણી જો ચક્કર:અપક્ષ અને અન્ય પક્ષોનું 2022 માટે એલર્ટ મુખ્ય રાજકીય પક્ષોના મતોનું ગણિત બગાડી શકે છે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ 2017માં ભાજપને 47 ટકા, કોંગ્રેસને 43 ટકા અને અપક્ષોને મળ્યા હતા 6 ટકા મતો !
  • ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર 29 હજાર મતોનો હતો તફાવત
  • નાના પક્ષો અને અન્યો 60 હજાર મત લઇ ગયા હતા

રાજ્યમાં યોજનારા ચૂંટણીના ભાગરૂપે કચ્છમાં પણ રાજકીય માહોલ ગરમાઇ ગયો છે. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના પક્ષોના ઉમેદવારો તથા અપક્ષોઅે ફોર્મ ભરવાની શરૂઅાત કરી દીધી છે. કચ્છની વાત કરીએ તો અહીં મોટાભાગે હાર-જીતનું અંતર 10 થી 15 હજારની અાસપાસ હોય છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરવામાં અાવે તો ભાજપને છ બેઠકો પર 47 ટકા અને કોંગ્રેસે 43 ટકા વોટ મેળવ્યા હતાં. પરંતુ અન્ય પાર્ટીઅો અને અપક્ષોને કુલ 6.6 ટકા મતો મેળવ્યા હતા ! અામ કચ્છમાં અપક્ષો અને નાના પક્ષોનું મહત્વ વધી જાય છે. અને હાર-જીત પર અસર કરે છે.

અા અંગે મળતી વિગતો મુજબ ગત વિધાનસભા 2017ની ચૂંટણીમાં કચ્છમાં ચાર રાષ્ટ્રીય પક્ષો, 10 રાષ્ટ્રીય સિવાયના રજીસ્ટર થયેલા પક્ષો અને 43 અપક્ષો ઊભા રહ્યા હતાં. 6 બેઠકો પર ભાજપને કુલ 47.16 ટકા સાથે 4,33,216 જેટલા મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને અાટલી જ બેઠકો પર 43.93 ટકા વોટશેર સાથે 4,03,520 મતો મળ્યા હતા. અામ ભાજપે 47 ટકા વોટ મેળવી કચ્છની 66.67 ટકા અટલે કે 4 બેઠક મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 43 ટકા વોટ મેળવ્યા બાદ પણ માત્ર 33.33 ટકા અેટલે કે 2 બેઠક મેળવી શકી હતી. તેની પાછળનું કારણ નાના પક્ષો અને અપક્ષો જવાબદાર હોવાનું બહાર અાવ્યું છે.

ત્યારે ભાજપ અને કોંગ્રેસ સિવાય રાષ્ટ્રીય પક્ષો તરીકે બહુજન સમાજ પાર્ટીને 0.83 ટકા સાથે કુલ 7609 મતો જ્યારે અેનસીપીને અેક બેઠક પર 0.30 ટકા સાથે 2756 મતો મળ્યા હતાં. તો અામ અાદમી પાર્ટીઅે ત્યારે માત્ર અેક જ બેઠક પર દાવેદારી નોંધાવી હતી. જેમાં તેને 1101 મતો પ્રાપ્ત થયા હતાં. તો જનતા દળ (યુ)ને અેક બેઠક પર 999 મતો, શિવસેનાને બે બેઠક પર 1351 મતો, સમાજવાદી પાર્ટીને અેક બેઠક પર 541 મતો પ્રાપ્ત થયા હતાં. રજીસ્ટર થયેલા રાષ્ટ્રીય પક્ષો સિવાયની પાર્ટીના કુલ 18 ઉમેદવારોને 1.94 ટકા સાથે 17802 મતો મળ્યા હતાં. જોકે કચ્છની 6 બેઠકો પર અધધ 43 જેટલા અપક્ષ ઉમેદવારો પણ ઊભા હતાં.

તેઅોઅે 3.53 ટકા સાથે 32427 મતો પ્રાપ્ત કર્યા હતાં. તો કચ્છની છ બેઠકોમાં લોકોઅે નોટાને ઠીકઠીક મતો અાપ્યા હતાં. નોટાને 2.32 ટકા સાથે 21310 મત ગયા હતાં. અામ અપક્ષ, નાના પક્ષો અને અન્ય પક્ષોને 6.6 ટકા જેટલા મતો પ્રાપ્ત થયા હતાં. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટશેરમાં માત્ર 3.23 ટકાનો જ ફરક છે.

પણ સીટ ભાજપે 4 જીતી હતી અને કોંગ્રેસે 2 ! આમ વર્ષ 2017ની ચૂંટણીમાં નાના પક્ષો અને અપક્ષો હાર-જીતમાં મહત્વપૂર્ણ સાબિત થયા હતાં. બહુજન મુક્તિ પાર્ટીએ 5 જગ્યાએ ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને 1.23 ટકા વોટશેર સાથે કુલ 11316 મતો પ્રાપ્ત કર્યા હતાં. આમ આવનારી ચૂંટણીમાં પણ અબડાસા, અંજાર, રાપરમાં અપક્ષો અને અન્ય પાર્ટીઓ મહત્વપૂર્ણ સાબિત થાય તેવી સંભાવનાઓ છે.

અબડાસાની પેટા ચૂંટણી વખતે પણ અપક્ષને મળ્યા હતા 26 હજાર મત
2020માં અબડાસા સીટ પર પેટા ચૂંટણી યોજાઇ હતી. અહીં ભાજપ માટે જીતવુ પકડાર અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. પરંતુ ભાજપે રેકોર્ડ અંતરથી સીટ જીતી હતી. ભાજપના ઉમેદવારને 71848 મત, કોંગ્રેસને 35070 મત મળ્યા હતાં. પરંતુ એક અપક્ષ ઉમેદવારને અધધ 26463 મત પ્રાપ્ત થયા હતાં. આ મતોએ કોંગ્રેસને નુકસાન કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...