રોડની સમસ્યા:પખવાડિયા પહેલા બનેલો આધોઇ-લાકડીયા રોડ વરસાદમાં ધોવાઈ ગયો

સામખીયાળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ ચાલુ હતું ત્યારે અધિકારીનું ધ્યાન દોરાયું પણ નિવૃત થતા હોવાથી રસ ન દાખવ્યો

કચ્છમાં વરસાદ પડતાની સાથે જ એકબાદ એક રસ્તાઓ તૂટી રહ્યા છે તેવામાં ભચાઉ તાલુકામાં પણ જે રોડનું કામ પખવાડિયા પહેલા પૂર્ણ થયું તે રસ્તો તૂટી ગયો છે અને ગાબડા પડી ગયા છે.રૂ 4 કરોડની અંદાજીત કોસ્ટમાં બનાવાયેલા રોડનું કામ ચાલુ હતું ત્યારે જ હલકી ગુણવતાવાળા સામાનનો ઉપયોગ થતો હોવા અંગે ધ્યાન દોરાયું હતું પણ જવાબદાર અધિકારી નરેશ અલવાણીએ પોતે નિવૃત થવાના હોઈ રસ દાખવ્યો ન હતો.જે રસ્તો પહેલા જ વરસાદમાં ભ્રષ્ટાચારના કારણે ધોવાઈ ગયો છે ત્યારે તપાસ થાય તે જરૂરી છે.

દરમ્યાન કોંગ્રેસના મંત્રી છગનભાઈ ઠક્કરે જણાવ્યું કે,માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ભચાઉ તાલુકાના આધોઈથી લાકડીયા ડામર રોડ રૂ.382 લાખના ખર્ચે બનાવાયો છે.જે રોડ સામાન્ય વરસાદમાં જ તૂટી ગયો છે.જેથી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ આધોઈ થી હલરા જે કંથકોટ-વામકા-તોરણીયા ઘણા ગામોને જોડતો પુલીયો છે તેમાં બોક્સ કલ્ટીવેટરનું કામ 4 વર્ષથી મંજુર થવા છતાં બન્યું નથી.

સામખીયારી થી ઘરાણા આઘોઈ રોડમાં સાઈડોનું પુરાણ થયું નથી.શિકારપુરથી અમરતપર રોડ ઉપર પુલીયો દર વર્ષે બને અને તૂટે છે.લાકડીયા ગામના લેખમસરી વિસ્તારમાં આવેલા વોકળામાં વરસાદી પાણી ભરાવવાના કારણે વિધાર્થીઓને તેમજ રહેવાસીઓનો હાલાકી પડે છે. જેથી બોક્ષ કલ્ટીવેટર બનાવવા કલેકટર સમક્ષ માંગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...