ભુજ તાલુકાના ખાવડા ખાતેના ધ્રોબાણા ગામે ગામના જ શખ્સે કિશોરને ધોલધપાટ મારી અપહરણ કર્યા બાદ રાતભર રૂમમાં ગોંધી રાખીને સૃષ્ટિ વિરૂધનું કૃત્ય કરી નગ્ન ફોટા સોશીયલ મીડિયામાં વાયરલ કરી દેતાં આરોપી વિરૂધ ખાવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.આ અંગે ભોગબનાર ફરિયાદીના ભાઇએ આરોપી ધ્રબાણા ગામના અસલમ હાસમ સમા વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ 30 મેની રાતથી 31મીના સવાર દરમિયાન ધ્રબાણા ગામે તોરણ રિસોર્ટ પાસે બન્યો હતો.
ફરિયાદીનો નાનો ભાઇ ખાવડા ખાતેની દુકાનેથી પરત આવતો હતો. ત્યારે આરોપીએ રસ્તામાં રોકીને ઝપાઝપી કરીને તેનું અપહરણ કરી ગયો હતો. બાદમાં ઠંડા પીણાની બોટલમાં પ્રવાહી પીવરાવીને બેભાન કરી દીધા બાદ તોરણ હોટલ પાસે લઇ ગયો હતો.
જ્યાં બળજબરીથી સુષ્ટી વિરૂધનું કૃત્ય કર્યા બાદ સવારે કપડા ઉતારીને નગ્ન હાલતના ફોટા ફરિયાદીના મોબાઇલમાં મુકલી આપ્યા હતા. ફરિયાદીનો ભાઇ ઘરે આવીને પેટમાં દુખાવો થતો હોવાનું કહી સુઇ ગયો હતો. જ્યારે ફરિયાદીએ પોતાના મોબાઇલ પર નાના ભાઇના નગ્ન ફોટા જોઇને પુછતાં સમગ્ર ઘટના અંગેની જાણ થતાં આરોપી સામે ખાવડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.