માંડવીના બાડા ગામે મુંબઇવાસીના બંધ મકાનમાં છકડો ભરીને ઘોળા ધોળા દહાડે ટીવી, એસી, સોફાસેટ, ડાઈનીંગ ટેબલ સહિત ઘર વપરાસની તમામ ચીજ વસ્તુઓની ચોરી કરી જવાના કેસમાં મુળ માંડવીના હાલ મુંબઇ રહેતા રીઢા આરોપીની માંડવી પોલીસે મુંબઇથી ધરપકડ કરીને ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.
પ્રાપ્ત ગત 21 જુના મુળ માંડવીના બાડા ગામના હાલ મુંબઇ રહેતા મુકેશભાઇ ધનજીભાઇ ગડાના બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેની તપાસમાં માંડવી પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી. દરમિયાન સીસીટીવી ફેટેજના આધારે મુળ માંડવીના હાલ મુંબઇ ડોમ્બીવલી ખાતે રહેતા આરોપી કરણ રશ્મીભાઇ ગડા (ઉ.વ.21)ને ઝડપી પાડ્યો છે.
આરોપી પાસેથી ચોરાઉ 1,42,900નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરૂધ માંડવી પોલીસ મથકમાં ચોરીના અલગ અલગ ત્રણ કેસો તેમજ મહારાષ્ટ્રના પોલીસ મથકોમાં વિવિધ બાર ગુનાઓ નોંધાયા છે. માંડવી પોલીસે આરોપીની વુધ પુછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.