તપાસ:જેલમાં મોબાઇલ મુદે આરોપી મનિષા, તેના પતિને સામસામે બેસાડી થશે તપાસ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલ ડીટેઇલ પરથી પતિએ મુંબઇથી મોબાઇલ ખરીદ્યાનું બહાર આવ્યું

પાલારા ખાસ જેલમાં મોબાઇલ મળી આવવાની ઘટના વારંવાર બની રહી છે. છેલ્લા છએક માસમાં ત્રણ-ત્રણ બનાવો બન્યા છે. હાલ તાજેતરમાં મળી આવેલા સીમ કાર્ડ સાથેના મોબાઇલની કોલ ડીટેઇલની તપાસમાં મોબાઇલ મુંબઇથી ખરીદી કર્યા બાદ જેલમાં જયંતી ભાનુશાલી મર્ડર કેસમાં સજા ભોગવી રહેલી આરોપણ મનિષા ગોસ્વામીને તેનો પતિ આપી ગયો હોવાનું બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે.

બી ડિવિઝન પોલીસે આરોપણ અને તેના પતિને સામ સામે બેસાડીને ક્રોષ ચેક સહિતની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના તપાસનીશ અધિકારી એમ.આર.મહેશ્વરીએ જણાવ્યું હતું કે, પાલારા જેલમાં મળી આવતા મોબાઇલ અંગે ત્રણ ફરિયાદો નોંધાવાઇ છે.

જે પૈકી આ એક ફરિયાદની તપાસ દરમિયાન સીમ કાર્ડ સાથે મળી આવેલા મોબાઇલની કોલ ડીટેઇલ ચેક કરતાં મુંબઇથી ખરીદાયો હોવાનું તપાસમાં નીકળતાં જ્યાંથી મોબાઇલ ખરીદાયો હતો. તે દુકાનમાં ખરીદનાર ગુજ્જુગીરી ગોસ્વામી જે હાલ જેલમાં સજા ભોગવી રહેલી મનિષાના પતિના નામે બીલ હોવાનુ઼ મળી આવતાં આરોપી ગુજ્જુગીરી ગોસ્વામીની ધરપકડ કરી તેમજ આરોપણ મનિષા અને તેના પતિ બન્નેને સામ સામે બેસાડીને પાલારા જેલમાં આરોપણ મનિષા સુધી કઇ રીતે મોબાઇલ પહોંચ્યો અને કોના મારફતે મોબાઇલ પહોંચાડવામાં આવ્યો તે સહિતની પુછતાછ હાથ ધરવામાં આવશે.

અબડાસા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યાના કેસ મામલે મનીષા જેલમાં સજા કાપી રહી છે. ત્યારે તેના પતિએ મુંબઇથી મોબાઇલ ખરીદી પાલારા જેલમાં આપી ગયો હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...