ધરપકડ:મર્ડરના ગુનામાં ફરાર રાજસ્થાનના આરોપીઓ માધાપરમાંથી ઝડપાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓને હસ્તગત કરી રાજસ્થાન પોલીસને સોપવામાં આવ્યા

રાજસ્થાનના બારા જિલ્લામાં મર્ડરના ગુનામાં ફરાર આરોપીઓને માધાપર પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે ગંગેશ્વર રોડ ગોગોનગરની આંટી નજીક યુક્તિ-પ્રયુક્તિથી આરોપીઓને ઝડપી રાજસ્થાન પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન માધાપર ગંગેશ્વર રોડ ગોગોનગરની આંટી પર આવતા બે શકમંદ ઇસમો જોવા મળ્યા હતા.પોલીસે તેની યુક્તિ-પ્રયુક્તિથી ખંત પુર્વક પુછપરછ કરતા આરોપી નવલકિશોર નેમચંદ લોદા અને નેમચંદ ચંપાલાલ લોદા નામના બન્ને ઇસમો રાજસ્થાન રાજ્યના હરનાવદા સાહજી તા.છીપા બળોદ જી.બારા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૧૫૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૦૨, ૩૨૩, ૩૪૧, ૩૪ મુજબના ગુનામાં નાસતા ફરતા હોવાનું જાણવા મળ્યું હતું.મર્ડરના ફWરાર આરોપીઓને પકડવા રાજસ્થાન રાજ્યની પોલીસ માધાપર પોલીસ સ્ટેશનમાં તપાસ કરવા માટે આવેલ હતી.જેથી માધાપર પોલીસ દ્વારા ગંગેશ્વર રોડ પરથી ઝડપાયેલ બન્ને આરોપીઓને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...