માતાના હાથ ચૂમ્યા:‘ઉપરવાળાનો આભાર, પુલ તૂટ્યો તેના કલાક પૂર્વે અમે ત્યાં જ હતા’

કકરવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડિયાના યુવાને પોતાના ઘરે આવી માતાના હાથ ચૂમ્યા

મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના હૃદય દ્રાવક ઘટનાએ સૌના કાળજા કંપાવ્યા છે ત્યારે બનાવ બન્યો તેના એક કલાક પહેલાં જ પુલ પર રહેલા લાકડિયાના યુવાને પોતાના ઘરમાં આવતાં જ માતાના હાથ ચૂમીને ઉપરવાળાનો આભાર માનીને અનુભવ વર્ણવતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.

દુર્ઘટના બની તેના એક કલાક પહેલા લાકડિયા અને વાંઢિયાના આઠ જણ પુલ પર હતા. પુલ પરથી પરત ફરી મોરબી છોડતા હતા તેવામાં સાથે રહેલા એક મહિલા પર મોરબીના સબંધીનો ફોન આવ્યો અને પુલ તૂટી ગયો છે તેમ કહીને તમે બધા ક્યાં છો તેમ પૂછ્યું હતું. જે મહિલાને ફોન આવ્યો તેને સ્વાભાવિક આ વાત પર વિશ્વાસ ન બેસતાં મોબાઇલ પર સોશિયલ મીડિયામાં દ્રશ્યો જોઇને તમામના દિલમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું.

લાકડિયાનો ઇકબાલ ભચુ ભંભરા જ્યારે ઘરે આવ્યો ત્યારે માતાના હાથ વારંવાર ચૂમવા લાગ્યો જેને જોઇને જનેતાએ શું થયું તેમ પૂછતાં તેણે માત્ર એક કલાકના અંતરે મોત આવ્યા પહેલાં પાછું વળી ગયું હોવાની ઘટના વર્ણવી હતી જેને સાંભળીને પરિવારે અલ્લાહની દુઆ માગી હતી. યુવકે રજૂ કરેલી 17 રૂપિયાવાળી ટિકિટમાં પુલને નુક્સાન પહોંચાડશો તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી સુચના છાપેલી જોવા મળી હતી.

ભાસ્કર ન્યૂઝ | કકરવામોરબીનો ઝૂલતો પુલ તૂટવાના હૃદય દ્રાવક ઘટનાએ સૌના કાળજા કંપાવ્યા છે ત્યારે બનાવ બન્યો તેના એક કલાક પહેલાં જ પુલ પર રહેલા લાકડિયાના યુવાને પોતાના ઘરમાં આવતાં જ માતાના હાથ ચૂમીને ઉપરવાળાનો આભાર માનીને અનુભવ વર્ણવતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.

દુર્ઘટના બની તેના એક કલાક પહેલા લાકડિયા અને વાંઢિયાના આઠ જણ પુલ પર હતા. પુલ પરથી પરત ફરી મોરબી છોડતા હતા તેવામાં સાથે રહેલા એક મહિલા પર મોરબીના સબંધીનો ફોન આવ્યો અને પુલ તૂટી ગયો છે તેમ કહીને તમે બધા ક્યાં છો તેમ પૂછ્યું હતું. જે મહિલાને ફોન આવ્યો તેને સ્વાભાવિક આ વાત પર વિશ્વાસ ન બેસતાં મોબાઇલ પર સોશિયલ મીડિયામાં દ્રશ્યો જોઇને તમામના દિલમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું.

લાકડિયાનો ઇકબાલ ભચુ ભંભરા જ્યારે ઘરે આવ્યો ત્યારે માતાના હાથ વારંવાર ચૂમવા લાગ્યો જેને જોઇને જનેતાએ શું થયું તેમ પૂછતાં તેણે માત્ર એક કલાકના અંતરે મોત આવ્યા પહેલાં પાછું વળી ગયું હોવાની ઘટના વર્ણવી હતી જેને સાંભળીને પરિવારે અલ્લાહની દુઆ માગી હતી. યુવકે રજૂ કરેલી 17 રૂપિયાવાળી ટિકિટમાં પુલને નુક્સાન પહોંચાડશો તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી સુચના છાપેલી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...