કામગીરી:પાલિકાની જૂની ઈમારત તોડવા અને નવી બનાવવા ટેન્ડર ખૂલ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી સમિતિ કાટમાળમાંથી પણ 3.86 લાખ રળી આપશે

ભુજ નગરપાલિકામાં ગુરુવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં નગરપાલિકાની કચેરીની જૂની ઈમારત તોડી પાડવા અને નવી ઈમારત બનાવવા મંગાવેલા ટેન્ડર ઉપર નિર્ણય લેવાયો હતો. જૂની ઈમારત તોડવાનો ખર્ચ તો નહીં અાવે પણ ઈમારત તોડનારાને કાટમાળમાંથી લોખંડ મળશે અટલે સામેથી સુધરાઈને 3.86 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવશે.ગુરુવારે સાંજે કારોબારી ચેરમેન જગત વ્યાસના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ભુજ નગરપાલિકાની ઈમારત તોડી પાડવા મંગાવેલા ટેન્ડર ખોલવામાં અાવ્યા હતા.

સરકારી અેજન્સીઅે કાટમાળમાંથી અેકાદ લાખ રૂપિયાની ઉપજ બતાવી હતી. પરંતુ, કારોબારી સમિતિઅે તમામ ગણતરી બાદ ટેન્ડર ભરનારાને નગરપાલિકાની ઈમારત તોડીને કાટમાળ લઈ જવા માટે 3.86 લાખ ચૂકવવા મનાવી લીધા હતા. અેવી જ રીતે નવી ઈમારત બનાવવા 4 કરોડ 58 લાખ રૂપિયામાંથી 4.38 ટકા અેટલે કે વીસેક લાખ રૂપિયા અોછા ચૂકવવા પણ મનાવી લેવાયા હતા. બેઠકમાં સાત્વિકદાન ગઢવી, અશોક પટેલ, ધીરેન લાલન, કિરણ ગાૈરી, સોલંકી, જયંત લિંબાચિયા, કિશોર શેખા વગેરે જોડાયા હતા.

હમીરસરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે અેક લાખ માછલી નાખવામાં અાવશે
શહેરના હૃદય સમાન હમીરસર તળાવની સ્વચ્છતા જળવાઈ રહે અેટલા માટે અેક લાખ માછલીઅો નાખવામાં અાવશે.

શહેરમાં પથરાયેલા લાઈનોનો સર્વે થશે
શહેરમાં પાણી અને ગટરની લાઈનો ક્યાં અને કેટલી પથરાયેલી છે. તેની તમામ વિગતો મેળવવા સર્વે હાથ ધરવામાં અાવશે.

કચેરી ભાડાની જૂની અોફિસમાં ખસેડાશે
ભુજ નગરપાલિકાની જૂની ઈમારત પાડીને અેજ જગ્યાઅે નવી ઈમારત બનાવવાની છે, જેથી ભાડાની જૂની અોફિસમાં ખસેડવામાં અાવશે. જોકે, વચ્ચે બાલભવનમાં ખસેડવા ચર્ચા વિચારણા થઈ હતી. પરંતુ, અે નિર્ણય રદ કરાયો હતો.

જૂની અને નવી શાકમાર્કેટની મરંમત થશે
શહેરમાં જૂની અને નવી શાક માર્કેટની મરંમત માટેનો પણ નિર્ણય લેવાયો હતો. જોકે, કામગીરી ક્યારે હાથ ધરાશે અે હજી નક્કી નથી.

અન્ય સમાચારો પણ છે...