ભુજમાં બે જગ્યાએ આગ ભભૂકી:RTO સામે હંગામી આવાસો સળગી ઉઠ્યા, સુરલભીઠ નજીક એસીના ગોડાઉનમાં આગ લાગી, ફાયર વિભાગ દોડતું થયું

કચ્છ (ભુજ )25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં આજે એકજ દિવસમાં આગની બે ઘટના સામે આવી હતી. જેમાં શહેરના RTO કચેરી સામે આવેલા હંગામી આવાસોમાં આજે સવારે 11.30ના અરસામાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ના હતી પરંતુ શ્રમજીવી લોકોનો સરસામાન બળી જતા નુકસાન થયું હતું.

આગની બીજી ઘટના આજે રવિવાર બપોરે 12.45 કલાકે બની હતી. શહેરના લખુરાઈ ચાર રસ્તા તરફના સુરલભીઠ માર્ગે આવેલી દિપક જનશાલીના દિપક ટ્રેડર્સના ગીદાઉનમાં રાખેલા એસીના સમાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી હતી. આગના પગલે આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. અહીં પણ ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઇટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ બુઝાવની કામગીરીમાં ફાયરના કર્મચારીઓએ જહેમત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...