નદીમાં કિશોરનું મોત:અબડાસાના મોટી વમોટી નદીમાં કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ, બે કલાક સુધી બચવના પ્રયાસ કરાયા

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામ પાસેના કોઝવેની નીચે પાઈપમાં ફસાઈ જતા નદીના પાણીમાં ડૂબી જતાં મોત થયું

કચ્છની વ્હારે આવેલો વરસાદ ક્યાંક લોકો માટે વેરી સાબિત થઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં આવેલા કોઝવે પર ચાલતા નદીઓના પાણી હવે ઘાતક સાબિત થઈ રહ્યા છે. આજે બપોરે 2.30 વાગ્યાના અરસામાં અબડાસા તાલુકાના મોટી વમોટી ગામ નજીકના કોઝવેમાં એક કિશોરનું વહેતી નદી વચ્ચે નાળામાં ફસાઈ જવાથી ડૂબીને મૃત્યુ નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. ફસાયેલા 12 વર્ષીય મિતેષ ગોપાલ મહેશ્વરીને સ્થાનિક ગ્રામજનો દ્વારા બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ તે બચી શક્યો નહોતો.

કોઝવે નીચે રહેલા પાઈપમાં કિશોર ફસાયો હતો
આ વિશે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મોટી વમોટી ગામ નજીકના કોઝવે પર હાલ પડી ગયેલા ભારે વરસાદ બાદ જોશભેર પાણી વહી રહ્યા છે. ત્યારે ગામનો 12 વર્ષીય મિતેષ નામનો કિશોર કોઈ કારણોસર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને માર્ગ નીચે રહેલા પાઇપમાં ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને જેસીબી મશીન વડે માર્ગને તોડી કિશોરને બચવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ભારે જહેમત બાદ પણ હતભાગી કિશોર બચી શક્યો નહોતો. બનાવની જાણ પોલીસમાં કરાઈ હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...