• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Tawai Issued On Illegal Mineral Trafficking In West Kutch: 93 Vehicles Impounded In Five Months, Fine Of 221 Lakhs Collected

ભાસ્કર એક્સક્લૂઝિવ:પશ્ચિમ કચ્છમાં ગેરકાયદે ખનીજની હેરાફેરી પર તવાઈ જારી, પાંચ મહિનામાં 93 વાહનો ઝડપી 221 લાખનો દંડ વસુલાયો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુદરતી સંપદા ગેરકાયદે રીતે ઉસેડવાની પ્રવૃતિમાં બેફામ વધારો થતાં તંત્ર કડક બન્યું
  • બિન અધિકૃત ખનીજખનન અને વહનના 5 દરોડામાં દંડ પેટે ~ 658 લાખની વસુલાત માટે નોટિસ પાઠવાઈ

કચ્છના પેટાળમાં વિપુલ પ્રમાણમાં ખનીજનો જથ્થો ધરબાયેલો છે.પરંતુ આ કુદરતી સંપદા ગેરકાયદે રીતે ઉસેડવાની પ્રવુતિમાં પણ ઘણો વધારો થયો છે.સીમાડા અને નદીના છેલા સહિતના સ્થળોએથી ખનિજનું ગેરકાયદે ઉતખનન કરી રોયલ્ટી કે પાસ પરમીટ વગર તેનું વહન કરવામાં આવે છે.જેનાથી સરકારને આર્થિક ધુમ્બો પડે છે ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખાણ ખનીજ અધિકારીની કચેરી દ્વારા ચેકિંગ વધારીને ખનીજના ગેરકાયદે વહન સબબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

93 કેસો કરીને 221.75 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો
જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ 5 માસ દરમ્યાન ગેરકાયદે ખનીજની હેરાફેરી અન્વયે 93 કેસો કરીને 221.75 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ જિલ્લામા ખાસ કરીને ભુજ તાલુકાના ડગાળા,મોખાણા,દહીંસરા તેમજ મુન્દ્રા,માન્ડવી,અબડાસા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં નાણાકીય વર્ષ દરમ્યાન 1 એપ્રિલથી અત્યારસુધીના 5 મહિનામાં ઓવરલોડ અને રોયલ્ટી ચોરી કરીને ખનીજનું પરિવહન કરતા 93 ડમ્પરો અને ટ્રક જેવા ભારે વાહનને ખાણ ખનીજ વિભાગની ટુકડી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

અત્યારસુધીના 5 માસમાં કુલ 93 વાહનોને ઝડપાયા
જેમા બોક્સાઇટ,રેતી, બ્લેકટ્રેપ,ચાઈનાકલે સહિતના ખનીજ ભરેલા હોવાનું સામે આવ્યું હતું.જોગવાઈ પ્રમાણે વાહન સિઝ કરી જે તે પોલીસ સ્ટેશન ખાતે રાખી નિવેદન માટે માલિકને બોલાવીને દંડ ફટકારવામાં આવે છે તેમજ ક્યાંથી માલ મેળવ્યો તેની છાનબીન પણ થાય છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએથી જાણવા મળતી વિગતો મુજબ,એપ્રિલથી અત્યારસુધીના 5 માસમાં કુલ 93 વાહનોને ઝડપી પાડી 221.75 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

બિન અધિકૃત ખનીજખનન અને વહનને નોટિસ પાઠવવામાં આવી
આ સિવાય ભુજમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર પાસેથી બોકસાઈટ ભરેલી ટ્રક ઝડપાઇ હતી જે કેસમાં દયાપર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો તેમાં 12.52 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.આ સિવાય બિન અધિકૃત ખનીજખનન અને વહનના 5 દરોડામાં દંડ પેટે રૂ.658 લાખની વસુલાત માટે નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ભુજ તાલુકાના કુનરીયા ગામની ચર્ચાસ્પદ રહેલી ખનીજચોરીનો સમાવેશ થાય છે.કુનરીયા પ્રકરણમાં પાર્ટી સરકારની રાહત યોજનાનો લાભ લેવા અપીલમાં ગઈ હોઇ હજી સુધી દંડની રકમ જમા કરાવી નથી તેવું પણ જાણવા મળ્યું છે.

લિઝફાળવણીમાં કચ્છ રાજ્યમાં પ્રથમ,ચાલુ વર્ષે 74 બ્લોકનો હરાજીથી નિકાલ
કચ્છમાં સૌથી વધુ ખનીજસંપદા આવેલી છે અને આખાય રાજ્યમાં ચાલુ વર્ષે સૌથી વધુ લિઝ કચ્છ જિલ્લામાં મંજુર થઈ હોવાનું ભૂસ્તરશાસ્ત્રી યોગેશ મહેતાએ જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે,ચાલુ વર્ષમાં જુદા-જુદા ખનિજના કુલ 74 બ્લોક બનાવી જાહેર હરાજીથી તેનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં મહત્તમ રેતી,ચાઈનાકલેનો સમાવેશ થાય છે.ઓનલાઇન થતી મિનરલ્સના બ્લોક ​​​​​​​ફાળવણીની આ પ્રક્રિયામાં કચ્છ જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબરે આવે છે.

ચેકિંગ હજી વધારવામાં આવશે
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનીજચોરી અને ખનીજનું ગેરકાયદે વહન અટકાવવા માટે ટીમો દ્વારા અવિરત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.હાલમાં વરસાદે વિરામ લઈ લેતા ફરી એકવાર ઝુંબેશ છેડીને ચેકિંગ વધારવામાં આવશે. આ સિવાય સરકારના નિયમોનુસાર દંડ વસુલ કરવાની કામગીરી પણ ચાલુમાં છે. - યોગેશ મહેતા,પશ્ચિમ કચ્છ જિલ્લા ખાણ ખનીજ અધિકારી

5 જ મહિનામાં 53 કરોડની આવક રોયલ્ટી પેટે થઈ
કચ્છના પેટાળમાં વિપુલ પ્રમાણમા ખનીજનો જથ્થો ધરબાયેલો છે અને તેના કાયદેસરના ખનન અને વહન માટે રોયલ્ટી ચૂકવવી પડે છે.જેના પેટે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે.છેલ્લા 5 જ મહિનામાં રોયલ્ટી પેટે 5363.23 લાખની આવક રોયલ્ટી પેટે થઈ હોવાનું ખાણ ખનીજ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...