આવકમાં વધારો:ઉનાળુ વેકેશને એસ.ટી.ની દૈનિક 6 લાખ આવક વધારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોલ્વો અને અેસી સહિતની તમામ બસો હાઉસફૂલ
  • લોકલ બસોમાં પણ પ્રવાસીઅોની સંખ્યામાં વધારો

ઉનાળુ વેકેશને અેસ.ટી.ની તમામ બસો હાઉસફૂલ જઈ રહી છે, જેથી અાવકમાં દૈનિક 5થી 6 લાખ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. ધંધા, રોજગાર અને નોકરી માટે જિલ્લા બહારથી કચ્છ અાવેલા લોકોના બાળકોની વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગયા બાદ સાૈથી મોટા ઉનાળુ વેકેશનની મજા લેવા વતન તરફ જનારાની સંખ્યા વધી જતી હોય છે. અે ઉપરાંત ઉનાળુ વેકેશનમાં સામાજિક પ્રસંગોઅે બહાર જનારા પણ સારી સંખ્યામાં હોય છે, જેથી સ્વાભાવિક રીતે અેસ.ટી. બસોમાં પ્રવાસીઅોનો ધસારો વધી જતો હોય છે.

જોકે, ડિઝલ અને પેટ્રોલના દરોમાં વધારાને કારણે અા વખતે મોટાભાગના લોકોઅે ખાનગી વાહનો કરતા અેસ.ટી.ની સલામત સવારીને વધુ પસંદ કરી છે. ભુજ અેસ.ટી. વિભાગીય નિયામક વાય. કે. પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દૈનિક 35 લાખ રૂપિયાની અાવક રહેતી હોય છે. પરંતુ, ઉનાળુ વેકેશનમાં 40 લાખ રૂપિયા ઉપર અાવક થઈ ગઈ છે. અેટલે કે, અાવકમાં દૈનિક 5થી 6 લાખ રૂપિયાનો ઉછાળો અાવ્યો છે.

વોલ્વો, અેસી અને અેક્સપ્રેસ બસોનું અોન લાઈન બૂકિંગ ફૂલ છે. લોકલ બસોમાં પણ અાવક વધી ગઈ છે. એક સમયે હતો જયારે એસટીની વોલ્વો બસ ખાલી જતી હતી અને કરોડોની ખોટનો સામનો કરવો પડતો હતો, જોકે હવે કચ્છની વોલ્વો બસો પણ ફૂલ જઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...