લાગણી દુભાઇ:સુધરાઇ સવારે 8 વાગે જાગી પણ માઇભક્તો તો પરોઢીએ 6 વાગે દશામાની મૂર્તિઓ પધરાવી ગયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હમીરસર તળાવના દરવાજે ટ્રેકટર ટ્રોલી અાવે અે પહેલા વિધિ સંપન્ન
  • વ્યવસ્થામાં અરાજક્તા, નગરપતિ અપીલ કરતા રહ્યા અને મુખ્ય અધિકારી જોતા રહ્યા કે શું

ભુજ શહેરના હૃદય સમાન તળાવને પ્રદુષણ મુક્ત રાખવા માટે નગરપાલિકા દ્વારા દશામાની મૂર્તિઅો હમીરસરમાં ન પધરાવવા અપીલ કરાતી રહી. પરંતુ, પ્રતિકાત્મક વિસર્જન બાદ તળાવના દરવાજા પાસે ટ્રેકટર ટ્રોલી છેક સવારે 8 વાગે અાવી અને વ્રતધારી ભક્તોઅે વહેલી સવારે 6 વાગે અાવીને મૂર્તિઅોનું તળાવમાં વિસર્જન પણ કરી દીધું હતું!

સામાન્ય રીતે નીતિવિષયક નિર્ણયો ચૂંટાયેલા નગરસેવકો દ્વારા નિમાયેલા પદાધિકારીઅો લેતા હોય છે અને અેના નિર્ણયનો પાલન વહીવટી અધિકારીઅોઅે કરાવતા હોય છે. પરંતુ, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે દશામાની મૂર્તિઅો હમીરસરમાં ન પધરાવવા અપીલ કર્યા બાદ મુખ્ય અધિકારી જીગર પટેલે તળાવના દરવાજા પાસે ટ્રેકટર અને ટ્રોલીની વ્યવસ્થા રાખી ન હતી, જેથી પ્રતિકાત્મક વિસર્જનને બદલે વ્રતધારી ભાવિક સંપૂર્ણ મૂર્તિનું તળાવમાં વિસર્જન કરી નાખ્યું હતું.

અામ, વહીવટી અધિકારીઅો અને પદાધિકારીઅો વચ્ચે સંકલનનો અભાવ દેખાઈ અાવ્યો હતો. હકીકતમાં નગરપતિઅે સિસ્ટમને અનુસરતા મુખ્ય અધિકારીને કહ્યું હોત તો મુખ્ય અધિકારીઅે તેમના તાબા હેઠળના શાખા અધ્યક્ષોને અાદેશ કરી દીધા હોત.

અન્ય સમાચારો પણ છે...