ભાસ્કર એક્સક્લુઝિવ:સુધરાઇએ આવક મેળવવાના હેતુથી બજેટમાં જોગવાઈઓ કરી પણ નિષ્ક્રિયતા થકી ઉપજ શૂન્ય

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આર્થિક સધ્ધરતામાં ફાયદો મેળવવા કોઇ પગલા ન ભર્યા
  • સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના વાંધામાં જવાબો પણ ન આપ્યા

નગરપાલિકાઅે હિસાબી વર્ષ 2019/20ના બજેટમાં આવક મેળવવા જે જોગવાઈઅો બતાવી હતી અેમાં ઉપજ મેળવવા અને આર્થિક સધ્ધરતામાં ફાયદો મેળવવા નિષ્ક્રિયતા દાખવતાં ઉપજ શૂન્ય રહી હતી, જેથી સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે અોડિટમાં વાંધા રજુ કર્યા, જેની ખરાઈ કરી જવાબો આપવાની તસદી પણ લેવાઈ ન હતી.

અોડિટ દરમિયાન 2021ની 6ઠ્ઠી સપ્ટેમ્બરે પ્રાથમિક વાંધામાં જવાબ ન મળ્યાની નોંધ મૂકતા સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે લખ્યું છે કે, વાર્ષિક હિસાબ અને આવકના વર્ગીકરણની ચકાસણી કરાઈ હતી, જેમાં સામાન્ય આવકની ઉપજ મેળવવા બજેટમાં વિવિધ જોગવાઈ બતાવાઈ છે. પરંતુ, અમુક કિસ્સામાં નહિવત અથવા શૂન્ય આવક મેળવી છે. નમૂનારૂપ કિસ્સાઅો જોઈને નોંધ્યું છે કે, સંસ્થાઅે સામાન્ય આવક મેળવવામાં બજેટમાં જોગવાઈ તો કરી હતી. પરંતુ, વર્ષ દરમિયાન આવી કોઈ ઉપજ મેળવી નથી. જો જોગવાઈ પ્રમાણે ઉપજ મેળવી હોય તો સંસ્થાની આર્થિક સધ્ધરતામાં ઘણો ફાયદો થાત. પરંતુ, અેમ ન કરીને નિષ્ક્રિયતા દાખવી તે બદલ અોડિટમાં ખાતરી પણ કરાવી નથી.

શૂન્ય આવકના નમુનારૂપ જોગવાઈ

વિગતજોગવાઈઉપજ
શો ટેક્સ10000શૂન્ય
મનોરંજન કર350000શૂન્ય
કાયમી જમીન ભાડું200000શૂન્ય
વેજિટેબલ માર્કેટ ભાડું500000શૂન્ય
બાંભ કોન્ટ્રાક્ટની રકમ300000શૂન્ય
વોરંટ ફી5000શૂન્ય
નોટિસ ફી5000શૂન્ય
ધંધાદારી લાયસન્સ ફી15000શૂન્ય
સિટી બસ આમદની1000000શૂન્ય
અરજી ફી5000શૂન્ય

રેકર્ડ પણ રજુ કર્યું નથી

સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે વધુમાં નોંધ્યું છે કે, બજેટમાં કરેલી જોગવાઈ જે આધાર પર કરાઈ હતી. તે અંગે કોઈ રેકર્ડ રજુ કર્યો ન હતો અને તેને અનુસરવા બદલ ખાતરી પણ કરાવી નથી.

અન્ય સમાચારો પણ છે...