બેદરકારી:સુધરાઇએ જન્મ અને લગ્ન નોંધણીના 24.75 લાખ સરકારમાં જમા ન કરાવ્યા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્વેષણમાં હિસાબી વર્ષ 2006થી 2019 સુધીની રકમ બાકી

ભુજ નગરપાલિકામાં જન્મ, મરણ અને લગ્ન નોંધણી શાખા છે. જે શાખાઅે હિસાબી વર્ષ 2006/07થી 2018/19 સુધીની કુલ 24 લાખ 75 હજાર રૂપિયા જેટલી રકમ સરકારમાં જમા કરાવી નથી. જેનો વાંધો સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે અન્વેષણ દરમિયાન કાઢ્યો છે. પરંતુ, ભુજ નગરપાલિકાઅે 2021ની 7મી અોકટોબર સુધી જવાબ પણ અાપ્યો નથી.

વાંધામાં સરકારના અારોગ્ય વિભાગના પરિપત્રનો હવાલો અાપતા નોંધાયું છે કે, નગરપાલિકા દ્વારા વસુલ કરવામાં અાવતી જન્મ, મરણ રજિસ્ટ્રેશન ફી સરકારમાં જમા કરાવવાની રહે છે. ગુજરાત જન્મ મરણ અધિનિયમ 1974ની જોગવાઈ મુજબ પણ રકમ સરકારમાં જમા કરાવવાની રહે છે.

લગ્ન નોંધણી અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ લગ્ન નોંધણી ફીની રકમ પણ સરકારમાં જમા કરાવવાની રહે છે. હિસાબી વર્ષ 2019/20નું અન્વેષણ કરવામાં અાવતા વાર્ષિક હિસાબની ચકાસણીઅે સંસ્થા દ્વારા 24 લાખ 75 હજાર 409 રૂપિયા જમા કરાવવાના થાય છે. જે પ્રાથમિક વાંધાનો ભુજ નગરપાલિકા દ્વારા 2021ની 7મી અોકટોબર સુધી કોઈ જવાબ પણ અાપવામાં અાવ્યો નથી.

અરજદારને યોગ્ય માર્ગદર્શન જરૂરી
ભુજ શહેરમાં જન્મ અને મરણ કે લગ્ન થયા હોય તો ભુજ નગરપાલિકામાં તેની નોંધણી કરાવવાની હોય છે, જેમાં શિક્ષિત અને ભાષાકીય ઉપરાંત કાયદાકીય જ્ઞાન ધરાવતી વ્યક્તિ જરૂરી છે, જેથી પ્રમાણપત્રમાં ભૂલો ન રહે અને કોઈ ગૂંચ હોય તો લોકોના કામ સહજ સરળ રીતે પાર પાડવા જરૂરી માર્ગદર્શન અાપી શકાય. સામાન્ય રીતે કચ્છમાં અેક જ વ્યક્તિનું જન્મ સમય અેક નામ રખાયું હોય અને પરિવારમાં લાડથી બીજા જ નામથી બોલાવતા હોય ત્યારે ભૂલથી અેકને બદલે બીજું નામ નોંઘણી કરાવ્યા બાદ ફેરફાર માટે અરજદારો દોડધામ કરતા હોય છે. વળી લગ્ન નોંધણી માટે પણ અરજદારો દોડધામ કરતા હોય છે. લગ્ન નોંધણીની અેન્ટ્રી દિવસે થઈ હોય તો રાત્રે કેમ મેસેજ અાવતા હોય છે અે પણ અેક પ્રશ્ન થઈ જાય છે. રાત્રે મેસેજ અાવતા હોય અેટલે લોકોનો સ્વાભાવિક રીતે ધ્યાન જ ન જાય.

લગ્ન નોંધણીની રકમ

હિસાબી વર્ષબાકી રકમ
> 2007થી
2014 સુધી141470
> 2015 સુધી99125
> 2016 સુધી240480
> 2017 સુધી425770
> 2018 સુધી420645
> 2019 સુધી14540

જન્મ-મરણ નોંધણીની રકમ

હિસાબી વર્ષબાકી રકમ
> 2007થી
2014 સુધી464459
> 2015 સુધી131640
> 2016 સુધી128565
> 2017 સુધી123695
> 2018 સુધી123860
> 2019 સુધી161200

2019/20માં જમા કરાવવાની બાકી

લગ્ન નોંધણીની હિસાબી વર્ષ 2019/20ની ફીની અાવકની રકમ19235 રૂપિયા થઈ હતી. જન્મ મરણ નોંધણી ફી રૂપિયા 46787 રૂપિયા થઈ હતી. પરંતુ, સરકારમાં જમા કરાવાઈ ન હતી. જમા કરાવી હોય તો અોડીટને રેકર્ડ અાધારિત ખરાઈ પણ કરાવી નથી.

અન્ય સમાચારો પણ છે...