• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Stunning Views Of Waterfalls Falling From A Height Of 25 Feet Captured On Camera, Tourists Flock To See The Natural Beauty

કુંડી ધોધ સોળે કળાએ ખીલ્યો:25 ફૂટની ઊંચાઈથી પડતા ધોધનો અદભુત નજારો કેમેરામાં કેદ, કુદરતી સૌંદર્યને નિહાળવા પ્રવાસીઓની પડાપડી

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • ધોધની વિપુલ જળ રાશિમાં સહેલાણીઓ નાહવા ઉમટી પડ્યા
  • અકસ્માતને અટકાવવા લોકોની સ્વ જાગૃતતા કેળવવી જરૂરી

કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ મેઘરાજાએ સમગ્ર જિલ્લાની ધરાને વરસાદી ધારાથી તૃપ્ત કરી દીધી છે. તેમાં લખપત તાલુકામાં મોસમનો સૌથી બધું 18 ઇંચ વરસાદ થતાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ જીવંત બન્યો છે. ધોધમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયનરમ્ય દ્રષ્યો સર્જાયા છે. ચારે તરફ પથરાયેલી હરિયાળી અને પથ્થરો ઉપરથી વહેતા પાણીના ધોધે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિ પ્રેમીઓ ધોધને માણવા ઉમટી પડ્યા છે અને સુંદર દ્રષ્યોને કેમેરાના કચકડે કંડારવા પહોંચ્યા છે.

ધોધમાં નાહવા લોકો ઉંમટી પડ્યા
ધોધના પાણી અંદાજીત 25 ફૂટની ઊંચાઈએથી ભારે અવાજ સાથે આગળ ધપી રહ્યો છે. ધસમસતા પાણીના પ્રવાહને જોવા માટે લોકો આવી રહ્યા છે. જોકે કેટલાક લોકો જીવના જોખમે અહીં આનંદ માણતા જોવા મળ્યા હતા. લોકોએ સ્વ જાગૃતતા કેળવી અકસ્માતને બનતા અટકાવવાનો મત જાગૃત લોકોએ વ્યકય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...