વિવાદ:ભુજની પોલીટેક્નિક કોલેજમાં પાણી પ્રશ્ને વિદ્યાર્થીઓનો હોબાળો

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિકેનિકલના પ્રોફેસર નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ
  • પાણી, સફાઈ, અભ્યાસ સહિતના મુદ્દે હડતાળ કરાઇ

શહેરની પોલીટેક્નિક કોલેજમાં છેલ્લા કેટલાક સમયથી પાણી આવતું નથી જેથી શનિવારે કોલેજમાં આયોજિત વાલી મિટિંગમાં જ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો.કોલેજમાં પાણી,સફાઈ,અભ્યાસ સહિતના મુદ્દે હડતાળ કરાતા શૈક્ષણિક કાર્ય પણ બંધ રહ્યું હતું.હીલગાર્ડન પાસે આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજ ખાતે શનિવારે એનએસયુઆઈના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ પાણી અને સફાઈના મુદ્દે કોલેજ પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો. કોલેજ ખાતે મળેલી વાલી બેઠક દરમિયાન મૂળભૂત સુવિધાના અભાવે છાત્રોને પડી રહેલી મુશ્કેલી બાબતે વિરોધ થયો હતો.

છાત્રોએ કોલેજના જવાબદારો સામે આ પાણી કેમ પીવું ? એવા પ્રશ્નો ઉગ્ર સ્વરે ઉચ્ચારી રજુઆત કરી હતી.એનએસયુઆઈએ આક્ષેપ સાથે જણાવ્યું કે,પાણી તો ઠીક શૌચાલયની હાલત પણ ખરાબ છે.કોલેજમાં પર્સનલ ફોન ચેક કરવામાં આવે છે તેમજ મિકેનિકલ વિભાગના પ્રોફેસર વિદ્યાર્થીઓને માર્ક્સ કાપી નાખવાની અને નપાસ કરવાની ધમકી આપતા હોવાનો આરોપ પણ મુક્યો હતો.કોલેજમાં સાફ સફાઇ બંધ થઈ ગઈ છે અને કેન્ટીનને પણ તાળા વાગી ગયા છે.તમામ પ્રશ્નો બાબતે કોલેજ પ્રશાસન તરફથી તાકીદે ઉકેલ લાવવાની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...