આયોજન:મુન્દ્રા-માંડવી તાલુકાની 69 શાળાના વિદ્યાર્થીઓએ રશિયાના વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો`

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન પ્રોજેક્ટ અંતર્ગત કરાયું આયોજન

ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રા-માંડવી તાલુકાની 69 શાળાઓના વિદ્યાર્થીઓએ રશિયાના વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. ઉત્થાન પ્રોજેક્ટએ અદાણી ફાઉન્ડેશન દ્વારા 31 ગામની 69 સરકારી પ્રાથમિક શાળાઓમાં 2018 થી કાર્યરત છે. એક ઉત્થાન સહાયકની નિમણૂક થકી પ્રિય વિદ્યાર્થીઓને રેગ્યુલર કરવા, 1 થી 4 ધોરણમાં અંગ્રેજી શીખવવાના મુખ્ય લક્ષ્ય સાથે વિવિધ ભૌતિક સુવિધાઓ સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય શાળા પુસ્તકાલય મહિનામાં ભાગ લીધો હતો.

ચાલુ વર્ષે ઉત્થાનની 51 પ્રાથમિક શાળાને 8 દેશના ૫૨ શાળા બુકમાર્ક માટે પાર્ટનર શાળા તરીકે મળી હતી. જયારે ડીજીટલ બુકમાર્ક માટે 51 પ્રાથમિક શાળાને 10 દેશના 78 શાળા પાર્ટનર શાળા તરીકે મળી હતી. ઉત્થાન પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન અંતર્ગત 77 શાળાઓ કરછની જ સમાવેશ કરવામાં આવી છે. બાળકો સાથે મુન્દ્રા તાલુકાની શાળાઓએ વર્ચ્યુઅલ મુલાકાત કરેલી એ જ રીતે આ વર્ષે પણ ઇન્ટરનેશનલ જીમ્નેશીયમ સ્કોલકોવો (રશિયા) ની શાળા સાથે વર્ચ્યુઅલ મુલાકાતનું આયોજન થયું હતું. જેમાં ત્યાંની શાળામાં થતી એક્ટિવિટી તેમજ શાળાની લાઇબ્રેરીનું માળખું સુંદર રીતે રજૂ કરાયું હતું.

તે જ પ્રમાણે અહીંથી ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ જેવી કે મોનસ્ટર આલ્ફાબેટ, મધર્સ મિટ, ડે સેલિબ્રેશન વગેરે વિશે ઉત્થાન સહાયક ‘અઝીઝ ફાતીમા’ દ્વારા સચોટ માહિતી પ્રસ્તુત કરાઈ હતી. આ વર્ચ્યુઅલ કનેક્શનમાં સમાઘોઘા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર ગરબો પ્રસ્તુત કરાયો હતો. જેથી રશિયાના બાળકો અને શિક્ષકો ખૂબ જ પ્રભાવિત થયા હતા.

તો વાંઢ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ મગીબેન રબારીએ ઉત્થાન શાળામાં થતી લાયબ્રેરી એકટીવીટી વિષે વિસ્તૃત વાત કરી હતી. તે જ રીતે રશિયાની શાળાના વિદ્યાર્થીનીએ ત્યાં થતી લાયબ્રેરી એકટીવીટી વિષે વિસ્તૃત વાત કરી હતી. સાથે સાથે રશિયાના બાળકોના કચ્છ, ગુજરાત અને ભારતની વિશિષ્ટતા, ભૌગોલિક સ્થિતિ, સંસ્કૃતિ અને વારસાની વાત રજૂ કરી હતી. આ રીતે બાળપણમાં જ વિદ્યાર્થીઓ વિવિધ દેશો વિશે જાણતા થાય, તેમની સાથે મળીને એક બીજાની સંસ્કૃતિ, વિચારોને સમજે અને ભારતીય વિચાર “વસુધેવ કુટુંબકમ” ને જીવનમાં ઉતારે તે માટે પ્રયત્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...