શિક્ષણ:યુનિવર્સિટીમાં વ્યક્તિત્વ વિકાસનો કોર્ષ શરૂ; અનુશાસનના પાઠ ભણાવાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ એજ્યુ. પોલિસી અંતર્ગત IPDC કોર્ષને સમાવાયો : MCQની પરીક્ષા લેવાશે

નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત અભ્યાસક્રમમાં સર્વાંગી વિકાસને સમાવવા માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા વ્યક્તિત્વ વિકાસ માટેનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. છાત્રોને જીવનમાં શિસ્ત અને અનુશાશનનું મહત્વ સમજાય તેવા હેતુથી પ્રથમવાર આ કોર્ષ ઉપલબ્ધ કરાયો છે. યુનિવર્સિટી ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તૈયાર થયેલ integrated personality development course (IPDC) નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ માટેનો સેમિનાર કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા તથા રજીસ્ટ્રાર ડો.ઘનશ્યામ બુટાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ IPDC કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને મુલ્યો આધારિત શિક્ષણ, આપણા સાંસ્કૃતિક મુલ્યોનું સંવર્ધન,જીવનમાં શિસ્ત-અનુસાશનનું મહત્વ, ટાઇમ મેનેજમેન્ટ, પ્રોફેશનલ એટીટ્યુડ, પર્સનાલીટી ડેવલપમેન્ટ, કેરેક્ટર બિલ્ડીંગ જેવા વિષયોનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવશે.ચાલુ શૈક્ષણિક સત્રમાં આ કોર્સ શરૂ કરવા કુલપતિ અને રજીસ્ટ્રારની સાથે જુદી જુદી ફેકલ્ટીના ડીન દ્વારા અથાગ પ્રયત્નો કરાયા હતા અને કચ્છના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે મુલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે આ કોર્સ ખુબ જ મહત્વનો છે.

કાર્યક્રમમાં BAPS સંસ્થાના સારંગપુર મંદિરના દિવ્યમનન સ્વામી,સૌમ્યવદન સ્વામી, મીનેશભાઈ દરજી દ્વારા IPDC કોર્સ અંગેની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા અપાઈ હતી.કુલપતી જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે,આ કોર્ષમાં વિદ્યાથીઓને વ્યાખ્યાન અને વિડિઓની મદદથી સમજ આપવામાં આવશે.આ માટે દરેક કોલેજના પ્રિન્સિપાલને માહિતી અપાઈ છે.કોર્ષ પૂર્ણ થયા પછી MCQની પરીક્ષા લઈ સર્ટિફિકેટ અપાશે.

અન્ય સમાચારો પણ છે...