કરુણાંતિકા:કુકમામાં એસ.ટી. બસે સર્જેલા અકસ્માતમાં ત્રીજી વ્યક્તિનું મૃત્યુ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બસે ખંભરા અને કુકમાના વયસ્ક તથા ગઢશીશાના યુવાનનો ભોગ લીધો

બુધવારે બપોરે કુકમા બસ સ્ટેશન પર બેકાબુ બનેલી એસટી બસે સર્જેલા અકસ્માતમાં આઠેક જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર અંજારના ખંભરા ગામના 54 વર્ષિય મણિલાલ કારૂભાઇ મહેશ્વરીનું સારવાર પૂર્વે જ મોત થયું હતું. જ્યારે નવ ઇજાગ્રસ્તો પૈકી જેમની હાલત નાજુક હતી. તેવા ગઢશીશાના 23 વર્ષીય આરીફ કાસમ ખલીફા અને કુકમાના 54 વર્ષીય વિપિન જયંતીલાલ પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ દુર્ઘટનામાં મરણ આંક ત્રણ થયો છે.

પધ્ધર પોલીસ મથકે માધાપર રહેતા અને કાપડની ફેરી કરતા ભાવિક પ્રવિણભાઇ સોનીએ અકસ્માત સર્જનારા એસટી બસના ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ભુજ તરફથી આવતી ભુજ રાપર રૂટની એસટી બસે કુકમા બસ સ્ટેશન પર કાબુ ગુમાવીને ફરિયાદી જેમાં બેઠા હતા.

તે છોટો હાથી (ટેમ્પો) સાથે બાઇક સહિત આઠેક જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક પાછળ બેઠેલા અંજારના ખંભરા ગામના મણિલાલ મહેશ્વરીને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં તેમનું સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી તેમજ ટેમ્પો ચાલક ઇમ્તિયાઝ રસીદભાઇ મેમણને કપાળના ભાગે ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી સહિતના અન્ય ઘાયલ સારવાર માટે દાખલ કરાયા હતા.

બીજી તરફ ઘાયલોમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરીફ ખલીફાએ આખરી દમ તોડ્યો હતો. તો, ગુરૂવારે સવારે લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિપિનભાઇઅે અંતિમ શ્વાસ લીધો હતો. આમ કુકમા ગામે સર્જાયેલા અકસ્માતના બનાવોમાં ત્રણ વ્યક્તિઓના અકાળે મોત નીપજ્યા હતા. પધ્ધર પોલીસે અકસ્માત કરનારા એસટી બસના ચાલક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...