ધોરણ 10નું પરિણામ જાહેર:SSCનું પરિણામ 61.28%, પ્રિકોવિડ સમયથી 4.18% નીચું, 14184 વિદ્યાર્થીઓ નાપાસ થયા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જિલ્લામાં 23148 છાત્રોએ પરીક્ષા આપી
  • પરિણામ જાણવા માટે સવારથી જ જોવા મળ્યો ઉત્સાહ
  • 203 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ હાંસલ કર્યો, ડી ગ્રેડમાં 125 ઉમેદવારોનો સમાવેશ

વિદ્યાર્થીની કારકિર્દીમાં ધોરણ 10 (અેસ.અેસ.સી.)ની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું સોમવારે સવારે પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત રાજયનું પરિણામ 65.18 ટકા છે જયારે કચ્છ જિલ્લાનું પરિણામ ઘટીને 61.28 ટકા અાવ્યું છે. કચ્છમાં 23148 વિદ્યાર્થીઅોઅે પરીક્ષા અાપી હતી જેમાંથી 14184 વિદ્યાર્થીઅો નાપાસ થયા હતા. અે-1 ગ્રેડમાં 203 વિદ્યાર્થીઅો પાસ થયા છે. 2019માં કચ્છનું પરિણામ 65.46 ટકા જયારે 2020માં 56.85 ટકા હતું.

2021માં કોરોના મહામારીને કારણે માસપ્રમોશનથી વિદ્યાર્થીઅો પાસ થયા હતા. 2022નું વર્ષ પણ દરેક શાળાઅોમાં મોટાભાગે અોનલાઇન શિક્ષણ કરાવાયું હતું. કોવીડના કારણે શિક્ષણ પર અસર તેમજ છેલ્લા બે વર્ષથી અોનલાઇન શિક્ષણ ચાલતું હોઇ બાળકોનો પાયો નબળો હોવાથી અા વર્ષે શરૂઅાતથી જ પરીણામ નબળુ રહેવાની ભિતી સેવાતા અંતિમ મહિનાઅોમાં દરેક શાળાઅોમાં અેક્સ્ટ્રા ક્લાસ તેમજ પાસિંગ માર્કસ મેળવી શકાય તે માટે ભાર મુકવામાં અાવ્યો હતો. તેમજ દરવખતે ધોરણ 10 બોર્ડમાં મોટાભાગના છાત્રો ગણીતમાં નાપાસ થતા હતા જેથી અા વર્ષે ગણીતમાં બે વિકલ્પ અપાયા હતા જેમાં મોટાભાગના છાત્રોઅે બેઝિક ગણીતને અપનાવતા થોડુક પરિણામ ઉચું અાવ્યું છે.

13 શાળાનું પરિણામ 100 ટકા, ચાર શાળાનું શૂન્ય
2020માં જિલ્લામાં 100 ટકા પરિણામ અાવ્યું હોય તેવી શાળાની સંખ્યા 11 હતી, જે વધી છે અને અા વર્ષે 13 શાળાનું પરિણામ 100 ટકા અાવ્યું છે. બીજી તરફ, જિલ્લામાં 2020માં 13 શાળાનું પરિણામ શૂન્ય હતું, જે ઘટીને 2022માં ચાર શાળાનું પરિણામ શૂન્ય અાવ્યું છે. બીજી તરફ 30 ટકાથી અોછા હોય તેવી 2020માં 64 શાળાઅો હતી જે ઘટીને 2022માં 36 પહોંચી છે. 10 ટકાથી અોછી હોય તેવી 8, 11થી 20 ટકામાં સાત શાળા, 21થી 30માં 25 શાળા, 31થી 40માં 46 શાળા, 41થી 50માં 72 શાળા, 51થી 60માં 73 શાળા, 61થી 70માં 64 શાળા, 71થી 80માં 59 શાળા, 81થી 90 ટકામાં 39 અને 91થી 99 ટકાની વચ્ચે પરિણામ અાવ્યું હોય તેવી 31 શાળાનો સમાવેશ થાય છે.

ગાગોદર કેન્દ્રનું પરિણામ વર્ષ 2020ની તુલનાએ 15 ટકા ઘટયું
કચ્છ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર 2020ની સરખામણીઅે નવ કેન્દ્રોનું પરિણામ ઘટયું છે. જેમાં સાૈથી વધુ પરીણામ ગાગોદર કેન્દ્રનું 15.17 ટકા ઘટયું છે, તો કુકમા કેન્દ્રનું 13.06 ટકા, ઢોરીનું 0.26, માનકુવાનું 1.28, પાન્ધ્રોનું 0.49, નલિયાનું 4.68, ગાંધીધામનું 0.72, ભચાઉનું 0.87, નખત્રાણાનું 0.98 અને અાદીપુરનું 2.03 ટકા પરિણામ 2020ની સરખામણીઅે ઘટયું છે.

મનફરા કેન્દ્રનું પરિણામ 29 ટકાથી વધીને 76.38 ટકાએ પહોંચ્યું
2020ની સરખામણીઅે જિલ્લાના અન્ય કેન્દ્રના પરિણામમાં વધારો-ઘટાડો થયો છે પરંતુ મનફરા કેન્દ્રના પરિણામમાં નોંધપાત્ર વધારો થયો છે. 2020માં મનફરા કેન્દ્રનું પરિણામ 29 ટકા હતું જે વધીને અા વર્ષે 76.38 ટકા પહોંચ્યું છે, જે જિલ્લામાં સાૈથી વધારે છે.

ચાલુ સપ્તાહે જ પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થશે
બોર્ડની ધોરણ 10માની પરીક્ષામાં અેક કે બે વિષયમાં નાપાસ થયેલા છાત્રોને પુરક પરીક્ષા અાપવા મળશે. જેના ફોર્મ ભરવાની તારીખ ચાલુ સપ્તાહે રાજય શિક્ષણ બોર્ડ તરફથી જાહેરાત કરાશે. સંભવત: જુલાઇના પ્રથમ પખવાડીયામાં પરીક્ષા લેવાશે તેવું સુત્રોઅે જણાવ્યું હતું.

માર્કશીટ ત્રણ-ચાર દિવસમાં વિતરણ થશે
જિલ્લાની દરેક શાળામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ 10ની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ત્રણથી ચાર દિવસમાં માર્કશીટ વિતરણ કરવાનું શરૂ થશે. દરેક વિદ્યાર્થીઅે પોતાની શાળામાંથી માર્કશીટ મેળવી શકશે.

કયા ગ્રેડમાં કેટલા છાત્રોનો સમાવેશ
જિલ્લામાં, અે-1 ગ્રેડમાં 203, અે-2માં 1332,બી-1માં 2516, બી-2માં 3885, સી-1માં 4073, સી-2માં 2049 અને ડીમાં 125 છાત્રોનો સમાવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...