આયોજન:પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોની અટકળો શરૂ થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય જનતા પાર્ટીએ આજની બેઠકમાં કચ્છનો સમાવેશ કર્યો
  • પાર્લામેન્ટરી મીટિંગ મંગળવારે હોઈ બુધવાર પહેલા કયાસ કાઢવો કઠિન

ગુજરાત વિધાનસભાની ચૂંટણની તારીખ જાહેર થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક અાજે શનિવારે મળવાની છે, જેમાં 13 જિલ્લાઅોની બેઠકો ઉપર ચર્ચા થવાની છે, જેમાંથી કચ્છની 6 બેઠકો પણ બતાવાઈ છે. જોકે, હજુ પાર્લામેન્ટરી બેઠક 8 અને 9 નવેમ્બરે મળવાની છે, જેથી 9 અને 10મી તારીખ પહેલા ઉમેદવારોના નામો જાહેર થાય અેવી શક્યતા નથી.

પરંતુ, શનિવારની બેઠક બાદ સેન્સ અાપનારા કેટલાક અાશાવાદી ઉમેદવારો અને તેમના સમર્થક રવિવાર અને સોમવારે તેમનું નામ પાર્લામેન્ટરીમાં પહોંચી ગયાની ચર્ચા શરૂ કરાવી દેશે, જેથી અટકળોનું બજાર ગરમ જોવા મળશે.કચ્છમાં ભારતીય જનતા પાર્ટીઅે દિવાળી બાદ ભાઈબીજથી દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જે સળંગ બે દિવસ સુધી ચાલી હતી, જેમાં જિલ્લાની 6 વિધાનસભા બેઠક ઉપર કુલ અધધ 171 દાવેદારો નોંધાયા હતા.

હવે અાજે શનિવારે અમીત શાહે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.અાર. પાટિલ અને રાષ્ટ્રીય નિરીક્ષકો સિવાય અન્ય કોઈ નહીં હોય. જે બાદ 8મી નવેમ્બર મંગળવાર અને 9મી નવેમ્બર બુધવારે છેક દિલ્હીમાં પાર્લામેન્ટરી બેઠકમાં ચર્ચા જશે. જે દરમિયાન મંગળવાર રાત્રે, બુધવારે સવારે અથવા છેક ગુરુવારે સત્તાવાર ઉમેદવારોના નામો જાહેર થશે. અેવું અત્યારના સંજોગો મુજબ પ્રથમ દૃષ્ટિઅે દેખાઈ રહ્યું છે.

પરંતુ, દરેક વિધાનસભા ચૂંટણી વખતે થાય છે અેમ કેટલાક દાવેદારો અને તેમના ટેકેદારો તેમને અાશ્વાસન અાપનારાની વાતો ઉપરથી ખોટું સાચું તારણ કાઢીને વાત વહેતી કરી દેશે કે, ફલાણાનું નામ પાર્લામેન્ટરી બેઠકમાં પહોંચી ગયું છે અને ત્યાં પણ મહોર લાગી ગઈ છે. જેના પગલે મોઢે મોઢે વાત ફરતા ફરતા મિઠ્ઠુ મરચું નાખી અેક ચોક્કસ નામ પણ ઉપસાવી અટકળોનું બજાર ગરમ કરી દેવાશે. અેટલું જ નહીં પણ છાતી ઠોકીને કહી દેવાશે કે, ફલાણી બેઠક ઉપર ફલાણો ઉમેદવાર નક્કી છે. જે માટે રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સ્ક્રિપ્ટ ગોઠવવા લાગી પણ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...