• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • SP Held Lok Durbar West Kutch SP's Lok Durbar Was Held In Nakhtrana, Leaders Expressed Their Grief Over Issues Including Liquor, Traffic And Theft.

લોક દરબાર:નખત્રાણામાં પશ્ચિમ કચ્છ એસપી સમક્ષ અગ્રણીઓએ દારૂ, ટ્રાફિક અને ચોરી સહિતના મુદ્દે વ્યથા ઠાલવી

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા પોલીસ મથક ખાતે આજે પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ સિંઘ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નગર અને તાલુકાના અનેકવિધ પ્રશ્નો લોક પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.પોલીસવાડાએ ઉપસ્થિત સમાજના આગેવાનો, વેપારીઓ દરેકના પ્રશ્નોને સાંભળી ઉકેલ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે એવી હૈયાધારના આપી હતી.

સૌરભસિંહ ના અધ્યક્ષ યોજાયેલ લોક દરબાર કાર્યક્રમમાં નખત્રાણા તાલુકાના લોક પ્રતિનિધિઓએ નખત્રાણા શહેર તેમજ આજુબાજુના ગામડાઓને કન્નડતી સમસ્યા અંગે ધારદાર રજૂઆતો કરી હતી જેમાં દારૂ, જુગાર, ચોરી, ટ્રાફિકની સમસ્યા, અસામાજિક પ્રવૃત્તિઓ વગેરેની ઠોકબંધ ફરિયાદો લોક પ્રતિનિધિઓએ રજૂ કરી હતી.

નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, નખત્રાણા વેપારી મંડળના પ્રમુખ હીરાલાલ સોની, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુલાલભાઈ ધનાણી, નખત્રાણા વેપારી મંડળના હેમેન્દ્રભાઈ કંસારા, જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, મોટા અગિયા ગામના સરપંચ ઇકબાલભાઈ ઘાંચી તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, ઉગેડી ગામના સરપંચ કરણભાઈ રબારી,નખત્રાણાના ઉપ સરપચ નૈતિકભાઈ પાંચાણીએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. નખત્રાણા પીઆઇ ઠુંમરે લોકોના પ્રશ્નો સાંભળી વહેલી તકે ઉકેલવાની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં નખત્રાણા વિભાગી પોલીસ અધિકારી બીબી ભગોરા પીએસઆઇ ગોહિલ તેમજ નખત્રાણા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.નખત્રાણા પીઆઇ ઠુમર દ્વારા લોક દરબાર કાર્યક્રમમાં પધારેલા લોકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...