પોલીસ ફરિયાદ:રતનાલમાં બે વાડી પર તસ્કરો ત્રાટક્યા, રૂ. 1.24 લાખના વાયરો ઉપાડી ગયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલાર પ્લાન્ટ અને બોરના કેબલ વાયરની ચોરી થઇ જતા ગુનો નોંધાવવામાં આવ્યો

અંજાર તાલુકાના રતનાલ ગામે ખેડૂતની 2 વાડીઓમાં આવેલા સોલાર પ્લાન્ટ અને બોરના કેબલ વાયરોની ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે અંજાર પોલીસ મથકેથી રતનાલમાં રહેતા 31 વર્ષીય નંદલાલભાઈ ધુલાભાઈ છાંગા (આહિર)એ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીની સર્વે નં. 538/1 વાળી જમીનમાં વાડી આવેલી તેમાં રાત્રીના સમયે ફરિયાદીના પિતા વાડીની રખેવાળી કરે છે.

ગત તા. 16/5ના ફરિયાદી નંદલાલભાઈ પોતાની વાડીએ સોલાર પ્લાન્ટ ચેક કરવા ગયા હતા ત્યારે સોલાર પ્લાન્ટના છેડે લાગેલ ઈન્વેટરથી પેનલ સુધીના ડીસી 04 એમએમના 6 હજાર મીટર વાયર જેની કિંમત રૂ. 1,20,000 છે. ચોરી થઇ ગયા હોવાનું જણાયું હતું. જે બાદ ફરિયાદીએ તેમની બીજી વાડીમાં તપાસ કરી હતી.

જેમાં પણ તસ્કરો પ્રવેશ્યા હતા અને બોરનો 25 મીટર કેબલ વાય૨ જેની કિંમત રૂ. 4,000 છે તે ચોરી થઇ ગયા હતા. આમ બંને વાડી માંથી કુલ 1,24,000ના વાયરોની ચોરી થઇ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા અંજાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ભુજ એરફોર્સના રડારના 5 મીટર વાયરની ચોરી
પાલારા તરફ જતા રોડ પર ભુજ એરફોર્સ સ્ટેશનના 2201 સ્ક્વોર્ડન રડારના 5 મીટર વાયર કિંમત રૂપિયા 1,200ની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી જતાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. ભુજ એરફોર્સ સ્ટેશનમાં જુનીયર વોરંટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનોજકુમાર શ્રીધર્મપાલ ગર્ગની ફરિયાદને ટાંકી પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત 17મી મેના બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો. એરફોર્સની 2201સ્ક્વોર્ડન રડાર માટે વિદ્યુત સપ્લાયના કોપર કેબલ વાયરના નાના મોટા થઇને 5મીટર વાયર કિંમત રૂપિયા 1,200ની કોઇ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયા હતા.

લૂણી વાડી વિસ્તારમાંથી 29 હજારનો ઇલેક્ટ્રિક સામાન ચોરાયો
મુન્દ્રા તાલુકાના લૂણી સ્થિત વાડીમાંથી 29350ના ઇલેક્ટ્રિક સામાનની ચોરી થઈ હતી. મરીન પોલીસ સ્ટેશનથી મહેશકુમાર રમેશને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ તા. 19/8ની રાત્રીના 12 વાગ્યા પછી બનેલ બનાવમાં લૂણી ગામની સીમમાં આવેલ અશ્વિન પોપટલાલ દેઢિયાની વાડીમાંથી કોઈ અજાણ્યો ઈસમ કનેક્શન પર લાગેલ રૂ 21,350ના કિંમતનો અંદાજિત 427 કિલો વીજવાયર 5000નું ટ્રાન્સફોર્મર અને 3000ના ત્રણ વીજ બોક્સ સમેત કુલ્લ રૂ. 29,350ના ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ગયો હતો. મુન્દ્રા પોલીસે ગુનો દર્જ કરી પીએસઆઇ ગિરીશ વાણિયાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...