શહેરમા આવેલ બકાલી કોલોનીમાં તસ્કરો રાત્રી દરમિયાન 1.75 લાખની બાંધણીની સાડીઓ ઉઠાવી ગયા હતા.ફરિયાદીના ઘરના આંગણામાં ચાર બંડલમાં રાખેલી 175 સાડીઓ અજાણ્યા ચોર ઇસમ ઉઠાવી જતા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.ભુજમાં તસ્કરોએ ઠંડીમાં હાથ ગરમ કરવા બાંધણીની સાડીઓની ચોરી કરી હતી.મળતી માહિતી મુજબ ભુજની બકાલી કોલોનીમાં રહેતા ફરિયાદી રેશમાબેન અબ્દુલગની ચાકીએ ભુજ બી ડીવીઝન પોલીસ મથકે 1.75 લાખની બાંધણીની સાડીઓ ચોરી થયાની ફરિયાદ કરી છે.
અજાણ્યા ચોર ઇસમો શુક્રવારે રાત્રે 11 વાગ્યાથી શનિવારે સવારે સાત વાગ્યા દરમિયાન ફરિયાદીના ઘરના આંગણામાં ચાર બંડલમાં રાખેલ રૂપિયા 1.75 લાખની કિમતની 175 બાંધણીની સાડીઓ ઉઠાવી ગયા હતા.બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.પોલીસે અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે હજુ ગઇ કાલે જ સંસ્કાર હોમમાં 13 લાખના દાગીના ચોરાઇ ગયા હતા. તો જ્યુબિલી સર્કલે સરદારજીના ખીસ્સામાંથી દોઢ લાખ સેરવાયા હતા. તે ગુનામાં હજુ સુધી કોઇ આરોપી પકડાયા નથી તેવામાં તસ્કરો હવે બાંધણી પણ મુકતા નથી. ઠંડીના માહોલમાં તસ્કરની બજાર ગરમ બનતા ચિંતા પ્રસરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.