ચોરી:મોખાણાની વાડીમાંથી તસ્કરો રાતના અંધારામાં 90 હજારનો વાયર ચોરી ગયા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના મોખાણા ગામે આવેલી વાડીમાંથી રૂ.90 હજારનો કેબલ ચોરાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.જેમાં તસ્કરો કેબલ ઉઠાવી ગયા બાદ ગામની બે કિલોમીટર દૂર જઈ તેને સળગાવી તેમાંથી કોપર મેળવી લીધું હોવાનું પણ સામે આવ્યું છે.

મોખાણા ગામે રહેતા પ્રવીણભાઇ વિરાભાઈ ઢીલાએ પધ્ધર પોલીસમાં જણાવ્યું કે,તેમની વાડીમાં બોરની મોટર ખરાબ થઈ જતા રિપેર કરવા માટે મોટર બહાર કાઢવામાં આવી હતી અને વાયર સાઇડમાં રાખેલો હતો જે રાતે 9 વાગે જોવા મળ્યો પણ સવારે દેખાયો ન હતો.તપાસ કરતા ચોર ઈસમો વાયર ખેંચીને લઈ ગયા હોવાથી તેના ચીલા જોવા મળ્યા હતા.

વરિયાળીના પાકમાંથી બાજુની વાડી અને ત્યાંથી બાઇક વડે સીમમાં બે કિલોમીટર દૂર સુધી વાયર ઢસડીને ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.સીમમાં એક જગ્યાએ વાયરનો ધુમાડો નીકળતો હતો જ્યાં કેબલ સળગાવી દેવાયા હોવાનું સામે આવતા શોધખોળ કરાઇ પણ કોઈ હકીકત ન મળતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...