પંથકમાં ફરી તસ્કરગેંગ સક્રિય સક્રિય બની હોય તેમ ટૂંકાગાળામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે,ભુજમાં પૂર્વ સાંસદ અને તબીબના ઘરમાં થયેલી ચોરીના પ્રયાસની ઘટનામાં આરોપીઓના કોઈ સઘડ મળ્યા નથી તેવામાં હવે માધાપરમાં ઘરફોડ ચોરીની ઘટનામાં તસ્કરો લાખ રૂપિયાની મતા તફડાવી પલાયન થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
માધાપર પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે,જૂનાવાસમાં આવેલા નરનારાયણનગરમાં મકાન નંબર 34 માં આ બનાવ બન્યો હતો. ફરિયાદી નીતિનભાઈ મહેન્દ્રભાઈ ઠક્કરે જણાવ્યું કે,બનાવ તા.7-5 ના પરોઢિયે 2 થી 6 : 30 વાગ્યાના અરસામાં બન્યો હતો કોઈ ચોર અજાણ્યા ઇસમે ફરિયાદીના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને નીચેના રૂમમાં રહેલા ટેબલના ખાનામા પડેલા રોકડા રૂપિયા 71,500 તથા નોકિયાનો 500 રૂપિયાનો મોબાઈલ ચોરી ગયા હતા.
જ્યારે પડોશી નીતિન ધોળકેના ઘરમાં પણ તસ્કરોએ હાથ મારીને 5 હજાર રોકડા અને તથા 15 હજારની કિંમતની સોનાની વીંટી મળી બંને ઘરમાંથી કુલ 92 હજારની મતા ચોરી જતા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.