સોમવારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અંજાર તાલુકાના રતનાલ પાસે જુગારીઓને પકડી પાડ્યા હતા તેવામાં સતત બીજા દિવસે મંગળવારે સ્ટેટ મોનિટરીંગ સેલે પશ્ચિમ કચ્છમાં કાર્યવાહી કરી ભુજના પાંચ જુગારીઓને પકડી પાડ્યા હતા, જો કે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કચ્છમાં ગેરકાયદે જુગારની પ્રવુતિ પર સતત બીજા દિવસે સપાટો બોલાવવામાં આવ્યો છે.અંજારના રતનાલમાં કાર્યવાહી કરવામાં આવ્યા બાદ બીજા દિવસે ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં આવતા સરપટ નાકા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે.
SMCની ટીમે લાંબા સમયથી ચાલતી વરલી-મટકાની જુગારપ્રવુતિનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં હુસેન ઓસમાણ શેખ, અસરફ ઓસમાણ રાયમા, સદામ ઇકબાલ સુમરા, અબ્દુલસતાર ફકીરમામદ અને મામદ જુમા ગગડા ઝડપાઇ ગયા હતા. જયારે કલ્પેશ વસાવા નામનો શખ્સ ભાગી ગયો હતો. તપાસ એ ડિવિઝન પી.આઇ. વી.એસ. ચૌહાણને સોંપવામાં આવી છે. જુગારીઓ પાસેથી રોકડા રૂ.22,600 અને 20 હજારનો અન્ય મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે જ્યારે વોન્ટેડ આરોપી નાસી છૂટ્યો હતો.SMCની ટીમના સતત બીજા દિવસે દરોડોથી સ્થાનિકે જવાબદાર કર્મચારીઓનો તપેલો ચડે તેવી વકી સેવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.