ખાતમુહૂર્ત:ભુજમાં સ્મૃતિવન આઉટ સાઈટ બ્યુટીફિકેશનના શ્રીગણેશ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂટપાથ અને ડિવાઈડર સુશોભન કામનું ખાતમુહૂર્ત કરાયું

ભાડા અેટલે કે ભુજ એરિયા ડેવલપમેન્ટ અોથોરિટીઅે ફાળવેલી ગ્રાન્ટની રકમમાંથી ભુજ નગરપાલિકા દ્વારા સ્મૃતિવન ગેટ નં.1 પાસે 1.70 કરોડ રૂપિયાના ખર્ચે સ્મૃતિવન અાઉટ સાઈટ બ્યુટીફિેકેશન પ્રોજેકટ હાથ ધરાયું છેે. જેનું ખાતમુહૂર્ત શનિવારે કરાયું હતું.

અાર.ટી.અો. સર્કલથી છેક નળવાળા સર્કલ સુધીના ફૂટપાથ અને ડિવાઈડરને સુશોભિત કરવાથી ભુજ શહેરની શોભામાં વધારો થશે. અેવું ગુજરાત વિધાન સભાના અધ્યક્ષા અને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્યઅે ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું.

નગરપતિ ઘનશ્યામ અાર. ઠકકરે જણાવ્યું હતું કે, 5 કરોડના ખર્ચે ચારેય રિલોકેનસાઈટના વિકાસ કામો પણ કરાશે. 50 કરોડના વિવિધ વિકાસ કામો ભુજ શહેરમાં નજીકના સમયમાં આકાર પામશે.આભારવિધિ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી અને કાર્યક્રમનું સંચાલન મનુભા જાડેજાએ કર્યુ હતું. કારોબારી ચેરમેન જગત વ્યાસ, દંડક અનિલ છત્રાળા, શાસકપક્ષના નેતા અશોક પટેલ, સેનિટેશન ચેરમેન કમલ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...