ભુજ નગરપાલિકામાં વિપક્ષી નગરસેવકોઅે મુખ્ય અધિકારી પાસે ગટરની સમસ્યાના ઉકેલ પહેલા યોગ્ય તપાસ કરવાની રજુઆત કરતા જણાવ્યું હતું કે, પાટવાડી નાકે છેલ્લા 12 માસમાં બીજી વખત ગટરની લાઈન બેસી ગઈ છે, જેથી તપાસ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.
મુખ્ય અધિકારી જીગર પટેલ પાસે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમ સમા, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, નગરસેવિકા આયસુબેન સમા, ઉપરાંત ફકીર મામદ કુંભાર, અમીત ગોર, હાસમ સમા, અલીમામદ સમાએ રજુઆત કરી હતી કે પાટવાડી નાકા બહાર હમીરસર તળાવના ઓગન પાસે ગટરની લાઈન બેસી ગઈ છે, જેથી ઓગન મારફતે ગટરના પાણી ભારતનગર, રાહુલનગર, ફિરદોસ કોલોની, સંજોગનગર, શાંતિનગર-4, સમા ફળિયા, પમ્પિંગ પાસે મોટા તળાવમાં ભરાઈ ગયા છે, જેથી માનવ વસાહતમાં રોગચાળો ફાટી નીકળે અેવી દહેશત છે.
એ ઉપરાંત રેલવે સ્ટેશન પાસે વારંવાર ગટરની ચેમ્બર ઉભરાવવાની બહારથી આવતા પ્રવાસીઅોને તકલીફ પડે છે. વોર્ડ નંબર 2ના ગાંધીનગરી, નોડે ફળિયો વિગેરે વિસ્તારોમાં તળાવ સર્જાય છે. અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા પણ તૂટેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.