સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી:જખૌ પાસેના દરિયામાંથી પાકિસ્તાની બોટ સાથે 7 માછીમારો ઝડપાયા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોસ્ટગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમામાં કરવામાં આવી કાર્યવાહી
  • સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી આ બોટ દ્વારા થતી હોવાની ATSએ આપી હતી બાતમી

કચ્છના સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાં તાજેતરમાં 3 દિવસમાં 10 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમાર બીએસએફના હાથે ઝડપાઇ ગયા હતા જે બનાવમાં ઝડપાયેલા શખ્સો જેઆઇસીમાં ધકેલાયા છે તેવામાં હવે કોસ્ટગાર્ડની ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમામાં કાર્યવાહી કરીને પાકિસ્તાની બોટ સાથે 7 શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે બોટ અને શખ્સોને ઓખા બંદરે લઈ જવાની તજવીજ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત એન્ટી-ટેરરીસ્ટ સ્કવોડે (એટીએસ) દ્વારા અપાયેલી માહિતી મુજબ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે (આઇસીજી) અરિંજય પેટ્રોલિંગ જહાજની મદદથી અરબસાગરમાં ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની બોટ અને 7 શખ્સોને ઝડપી લીધા છે.આ બોટમાં સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી જેથી અલ નોમાન નામની બોટ અને તેમાં સવાર 7 ખલાસીઓ સાથેની પાકિસ્તાની બોટને ભારતીય જળ સીમામાં આંતરીને કબ્જો મેળવી લેવાયો હતો.વધુ તપાસ તેમજ પૂછપરછ માટે પાકિસ્તાની શખ્સોને ઓખા બંદરે લઈ જવાઈ હતી.પૂછપરછમાં નવા ખુલાસા થવાની વકી સેવાઇ છે.

ઉલ્લેખનીય બાબત છે કે,એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ગત 26 એપ્રિલના કાર્યવાહી કરીને જખૌ પાસેથી પાકિસ્તાનની અલ હજ નામની બોટમાંથી 280 કરોડના ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા.જેમાં 3 ફાયરિંગ પણ કરાયું હતું.આ કેસના મૂળ સુધી પહોંચવામાં એટીએસને સફળતા મળતા ડ્રગ્સ મંગાવનાર દિલ્હીના રાજી હૈદરની અટકાયત કરીને તેને 14 દિવસના રિમાન્ડ મંજુર થતા હાલ તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...