શિબિરમાં પસંદગી:ભુજની શાળાના NCC છાત્રની રાષ્ટ્રીય કક્ષાની શિબિરમાં પસંદગી

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર ગ્રુપ કક્ષાની સ્પર્ધામાં કુલ 6 નેવલ યુનિટોએ ભાગ લીધો હતો

ભુજની દૂન પબ્લિક સ્કૂલના ધો.10નો વિદ્યાર્થી અને એન.સી.સી.નો કેડેટ કાવ્ય પંકજભાઈ જાદવની રાષ્ટ્રીય કક્ષાની શિબિરમાં પસંદગી થઈ છે. તેની સાથે ધો.9ની છાત્રા કેડેટ ઋષિકા નિહલાનીની જામનગર ગ્રુપ કક્ષાની સ્પર્ધામાં 5 GUJ NU NCCનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરાઈ હતી.

જામનગર ગ્રુપ કક્ષાની સ્પર્ધામાં કુલ 6 નેવલ યુનિટોએ ભાગ લીધો હતો. જેમાં RDC બેસ્ટ કેડેટ સ્પર્ધા 2022-23 માટે માત્ર 1 કેડેટની પસંદગી કરવાની હતી. કાવ્ય જાદવે જામનગર ગ્રુપ લેવલની સ્પર્ધામાં પ્રથમ સ્થાન (મુખ્ય) અને ઋષિકા નિહલાની (અનામત) દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. આણંદ(થામણા) ખાતે યોજાયેલી શિબિર માટે કાવ્યની પસંદગી થઈ હતી.

આગામી ત્રણ શિબિરો માટે વિદ્યાર્થી અમદાવાદ ખાતે Gujarat Directorate દ્વારા ઉચ્ચસ્તરીય તાલીમ મેળવશે. ત્યારબાદ 1/1થી 29/1 સુધી દિલ્લી ખાતે તાલીમ મેળવશે. પ્રશિક્ષક ઓફિસર આબિદ સમાએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...