બેદરકારી:ભુજ શહેરના જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટી ઇન્ચાર્જનું વોકીટોકી 4 કલાક ગુમ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કર્મચારીએ રૂમમાં રાખી દીધી, વોકીટોકી મુદ્દો ભારે ચર્ચામાં
  • ડિફેન્સ એરિયા નજીક હોવાથી ગુમ થઇ એ વાત ગંભીર ગણાય

શહેરના જી. કે. જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ઇન્ચાર્જનું વોકીટોકી મંગળવારે સાંજે ગુમ થઇ ગઇ હતી. જે સંભવત ચાર કલાક બાદ અન્ય એક કર્મચારી પાસેથી મળી આવી હતી. વોકીટોકી ગુમ થતા ઇન્ચાર્જે અન્ય વોકીટોકી ઇસ્યુ કરાવી લીધી પણ ડિફેન્સ એરિયા નજીક હોવાથી ચાર કલાક સુધી વોકીટોકીનો દુરુપયોગ નથી થયું ને તે વાત ગંભીર ગણી શકાય.

મંગળવારે સાંજે સિક્યુરીટી ઇન્ચાર્જનું વોકીટોકી તેની જગ્યાએથી ગૂમ થઇ ગઇ હતી, જેથી તેણે અન્ય વોકીટોકી ઇસ્યુ કરાવી લીધી હતી.ગૂમ થયેલી વોકીટોકી અન્ય કર્મચારીએ લીઇ લીધી હતી અને તેણે રૂમમાં રાખી દીધી હતી. વોકીટોકી બંધ હાલતમાં રૂમમાંથી અન્ય કર્મચારી પાસેથી મળી આવી હતી. વોકીટોકી ગુમ થઇ ગયો હોવાનો મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો.

નોંધનીય છે કે, ડિફેન્સ એરિયા નજીક હોવાથી સિક્યુરિટી ઇન્ચાર્જનું વોકીટોકી ગુમ થવી અને ચાર કલાક બાદ અન્ય કર્મચારી પાસેથી મળવી એ ગંભીર બાબત ગણી શકાય તેમ છે. વોકીટોકી મળી તે કર્મચારીએ તેનો કોઇ ઉપયોગ કર્યો છે કે કેમ અને તેણે અન્ય કર્મચારીને જાણ કરવાને બદલે જે કર્મચારીની વોકીટોકી ગુમ થઇ હતી તેણે જાણ શા માટે ન કરી તે વાત પણ શંકા ઉપજાવે તેમ છે.

હા બે કલાક બાદ અન્ય કર્મી પાસેથી મળ્યું : હેડ
આ મામલે સિક્યુરિટી કંપનીના વડા મલિક સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હા વાત સાચી છે. સિક્યુરિટી ઇન્ચાર્જનું વોકીટોકી મિસ થઇ ગઇ હતી જે અન્ય સિક્યુરિટી કર્મચારીને મળી હતી. જે વોકીટોકી મળી હોવા અંગે તેણે અન્ય કર્મચારીને પણ જાણ કરી રૂમમાં લઇ ગયો હતો. અંદાજે બે કલાક બાદ વોકીટોકી મળી આવી હોવાની વાતને સમર્થન પણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...