ભાસ્કર ફોલોઅપ:રાજકારણીઓની પરીક્ષાના પરિણામ બાદ કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાનો બીજો તબક્કો શરૂ થશે

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ કોર્ષમાં સેમેસ્ટર 1 ની અંદાજીત 7 હજાર વિદ્યાર્થીઓ કસોટી આપશે

રાજકારણીઓની પરીક્ષાના કારણે કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ વધુ એકવાર ઠેલાઈ છે.અગાઉ બીજો તબક્કો પાંચમી તારીખથી શરૂ થવાનો હતો પણ હવે ચૂંટણીના પરિણામ 8 તારીખે આવ્યા બાદ 9 ડિસેમ્બરથી કસોટી શરૂ થશે.જેમાં વિવિધ કોર્ષમાં સેમેસ્ટર 1 ની અંદાજીત 7 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

દિવાળી વેકેશન પૂર્ણ થતાં કચ્છ યુનિવર્સિટીના વિવિધ કોર્ષની પરીક્ષાઓ બે તબક્કામાં યોજવાનું નક્કી કરાયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં સેમેસ્ટર 3 અને 5 ની કસોટી લેવાઈ ગઈ છે. બીજા તબક્કામાં સેમેસ્ટર 1 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે,જે અગાઉ 22 મી નવેમ્બરથી શરૂ થવાનો હતો પણ પહેલી ડિસેમ્બરના વિધાનસભા ચૂંટણીનું મતદાન હોઈ ચૂંટણીપ્રક્રિયામાં સ્ટાફ જોડાયેલો હોવાથી પરીક્ષાની તારીખ પાછળ ઠેલીને 5 મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી પણ 8 તારીખે મતગણતરી છે ત્યારે પણ અમુક સ્ટાફ રોકાયેલો હોવાથી હવે 9 ડિસેમ્બરથી બીજો તબક્કો શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...