એજ્યુકેશન:કોલેજમાં ફર્સ્ટ યર B.scમાં પ્રવેશ માટે કચ્છમાં બેઠક વધી પડશે !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 902 વિદ્યાથીઓ પાસ થયા, જિલ્લામાં 800 જેટલી છે બેઠક વ્યવસ્થા
  • ઘણા છાત્રો અલગ ફિલ્ડની પસંદગી સાથે જિલ્લાબહાર ભણવા જાય છે

ધો.12 સાયન્સના પરિણામો જાહેર થતાની સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા હવે આગળ કઈ કોલેજમાં એડમિશન લેવુ તે દિશામાં કવાયત હાથ ધરી દીધી છે.સામાન્ય પ્રવાહમાં કચ્છની સરકારી કોલેજોમાં એડમિશન વખતે બેઠકો ખૂટી પડે છે પણ આ વખતે સાયન્સમાં બેઠકો ખૂટશે નહિ પણ વધી પડશે તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે. ધો.12 સાયન્સ પછી ઘણા વિદ્યાથીઓ એન્જીનીયરીંગ,ડોકટર,ફાર્મસી, ફિઝિયોથેરાપી,નર્સિંગ સહિતના અલગ અલગ ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માટે જતા હોય છે.છાત્રો ધો.12 પછી B.sc માં પ્રવેશ લેતા હોય છે ત્યારે હાલ જિલ્લામાં ભુજમાં લાલન કોલેજ,મહિલા કોલેજ,આદિપૂરમાં તોલાણી કોલેજ તેમજ કેરામાં એચજેડી ઉપરાંત હાલ આ વર્ષથી આદિપૂરમાં નવી ગજવાણી કોલેજ પણ શરૂ થવા જઈ રહી છે.

આ કોલેજોમાં 700 થી 800 જેટલી બેઠકો છે અને જિલ્લામાં 902 છાત્રો પાસ થયા છે તે પૈકી ઘણા જિલ્લા બહાર અને એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ માટે જવાના હોઈ આ વખતે એડમિશનની કોઈ સમસ્યા સર્જાશે નહિ તેવું જણાવતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઘનશ્યામ બુટાણી જણાવે છે કે,જો બેઠકો ખૂટશે તો વધારી દેવામાં આવશે.

આ સપ્તાહથી એડમિશન શરૂ થઈ જશે : રજીસ્ટ્રાર
યુનિવર્સિટી દ્વારા સાયન્સપ્રવાહમાં એડમિશન બાબતે કમિટી બનાવવામાં આવી છે અને તેની બેઠક પણ થઈ ચૂકી છે સંભવત આ સપ્તાહથી જ B.sc માં એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે અને આ માટે યુનિવર્સિટી દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવશે તેવુ રજીસ્ટ્રાર ઘનશ્યામ બુટાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...