ભાવમાં ઘટાડો:ભંગારના ભાવ દાયકાનો રેકોર્ડ તોડી અધધ 12 રૂપિયા ઘટી જતાં કચ્છના સ્ક્રેપના વેપારી ફસાયા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હરાજીમાં ટેન્ડર ભરી માલ ખરીદનારા ઠેકેદાર લાખોમાં આવી ગયા
  • છેલ્લા પખવાડીયામાં સપાટો બોલી ગયો : 45ના ભાવ 32 પર પહોંચ્યા

કચ્છમાં અનેક લોકો ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જિલ્લામાં અનેક જગ્યાઅે કંપનીઅો પણ અાવેલી છે તેમજ પોર્ટ પરથી પણ અમુક જથ્થો મંગાવાય છે જે ભંગારના ભાવે વેંચવામાં અાવે છે. ભંગારના ભાવે છેલ્લા અેક દાયકાનો રેકર્ડ તોડી નાખ્યો છે, 45 રૂપિયાનો ભાવ છેલ્લા પખવાડીયામાંં 32 પર પહોંચી અાવ્યો છે. ભંગારના ભાવ મુંબઇ-નાસિક અને બેંગલોર મુકામેથી નક્કી થાય છે, તો લોકલ માર્કેટના ભાવ પર દરરોજ વધ-ઘટ થતા રહે છે. છેલ્લા અેક દાયકાથી અમુક રૂપિયા અથવા તો પૈસાનો વધારો-ઘટાડો રહેતો હતો, જો કે છેલ્લા પખવાડીયામાં ભંગારના ભાવમાં અેક ઝાટકે 12 રૂપિયાનો ઘટાડો થતા અેક દાયકાનો રેકર્ડ તૂટયો હતો.

જિલ્લાની લોકલ માર્કેટમાં પણ દરરોજ ભાવ નક્કી થાય છે જેથી અેક ઝાટકે 12 રૂપિયા ઘટી જતા લોકલ માર્કેટ પણ 30થી 33 રૂપિયાની અાસપાસ પહોંચી છે. અગાઉ જૂના ભાવને ધ્યાને લઇને ટેન્ડર ભરનારા વેપારીઅોને લાખો રૂપિયાનો ફટકો પડયો છે. જૂના માર્કેટ ભાવના અાધારે ટેન્ડર લીધા બાદ હાલ ભાવમાં મોટો ઘટાડો થતાં નૂકસાની વેઠવી પડી છે. જેમ કે, જે-તે સમયે 45 રૂપિયાની અાસપાસ ભાવ ચાલી રહ્યા હતા ત્યારે 10 ટન ભંગારનું ટેન્ડર ભર્યું હોય તો ભંગારની કિંમત 45000 થાય પણ હાલમાં ઉપર લેવલે ભાવ ઘટી જતા અા માલ 32 હજારને ભાવે વેંચાય જેથી 10થી 12 હજારનો ફટકો પડી જાય.

દિલ્હી-મુંબઇની કંપનીઅો માલ ઉસેડતી થઇ
અેક વેપારીઅે જણાવ્યું હતું કે, લોકલ માર્કેટને ભાવ ઘટી જતા ઝાટકો લાગ્યો હતો. સામાન્ય રીતે લોકલ માર્કેટનો માલ સળીયા બનાવતી કંપનીઅો પાસે જતો હોય છે, અામ ભાવ ઘટી જતા કંપનીના દલાલો ભાવ ઘટાડાનો લાભ લઇ લોકલ માર્કેટમાંથી માલ ઉસેડવા માટે મથી રહ્યા હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું.

ભંગાર લેવા માટે કોઇ તૈયાર નથી
હાલ ભંગારના ભાવ અેક ઝાટકે ઘટી જતા જિલ્લામાં ભંગારનો વ્યવસાય ઠપ થઇ ગયો છે તેમજ અાવનારા દિવસોમાં ભાવ વધુ ઘટી જાય તેની બીકે વેપારીઅો સોદા કરતા અચકાય છે. અામ જીલ્લામાં ભંગારના વેપારીઅો કોઇ સોદો કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...