કચ્છમાં જેઠ મહિનાના આરંભથી જ ગરમીએ પુન: જોર પકડ્યું છે જે શનિવારે પણ યથાવત રહ્યું હતું. ગાંધીધામ અને અંજાર સહિતને આવરી લેતા કંડલા એરપોર્ટ મથકે મહત્તમ પારો 42.2 ડિગ્રી રહેવાની સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે ગરમ વિસ્તાર બન્યો હતો. ત્રણ દિવસ બાદ ગરમીમાં સામાન્ય રાહત રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
સતત બે દિવસ સુધી અવ્વલ ક્રમે ગરમ રહેલાં કંડલા એરપોર્ટ મથકે પારો એક આંક નીચે ઉતરીને 42.2 ડિગ્રીએ પહોંચ્યો હતો પણ ગરમીનો ડંખ યથાવત રહેતાં ગાંધીધામ, આદિપુર અને અંજાર પંથકના લોકો અકળાયા હતા. પાટનગર ભુજમાં અધિકત્તમ 39.8 ડિગ્રીએ તાપમાન જળવાયેલું રહ્યું હતું. તો કંડલા બંદરે 37.8 જ્યારે નલિયા ખાતે મહત્તમ 35.2 ડિગ્રી નોંધાયું હતું. બુધવારથી ઉંચા ઉષ્ણતામાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચે ઉતરવાની સાથે ગરમીમાં સામાન્ય રાહત રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.