બર્નિંગ મોપેડ,VIDEO:ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ચાલુ સ્કૂટી પેપ ભડભડ સળગી ઉઠી, ચાલકનો આબાદ બચાવ

કચ્છ (ભુજ )12 દિવસ પહેલા

ભુજના ટ્રાફિકથી ધમધમતા જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આજે સાંજના સમયે એક ચાલતી સ્કૂટી પેપમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. ચાલતી સ્કૂટીમાં આગ લાગતા ચાલક રસ્તા પર પડી ગયા હતા. આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ચાલકને દૂર કરી દેતા તેનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે પહોંચી આગ કાબૂમાં લીધી હતી.

ભુજના જ્યુબિલી સર્કલ પાસે આજે સાંજના સમયે એક સ્કૂટી પેપના ચાલક પસાર થઈ રહ્યા હતા. સ્કૂલી લઈને મુન્દ્રા રોડ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે જ અચાનક પેપમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે ચાલક ગભરાઈ ગયા હતા અને નીચે પટકાયા હતા. ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અન ચાલકને દૂર ખસેડી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી.

સ્કૂટી પેપમાં આગની ઘટનાના પ્રત્યક્ષદર્શી નમ્ર નામના કિશોરે જણાવ્યું હતું કે, રસ્તા પરથી પસાર થઈ રહેલી મોપેડ અચાનક સળગવા લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી હતી. ટીઆરબીના જવાનોએ થોડીવાર માટે ટ્રાફિક વ્યવહાર રોકી દીધો હતો. સ્કૂટી ચાલકને સારવાર માટે હોસ્પટિલ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...