શિક્ષણ કાર્ય શરૂ:આજથી શાળા-કોલેજ ખુલશે: 6.40 લાખ છાત્રોને સંકલ્પપત્રથી મતદાન જાગૃતિનું લેસન અપાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શાળાના 4.20 લાખ, કોલેજના 22 હજાર વિદ્યાર્થીથી શિક્ષણ સંકુલ ગૂંજશે
  • ચૂંટણી શાખાએ ઊંચું વોટિંગ કરાવવા ભૂલકા મારફતે વાલીઓને જાગૃત કરવા આયોજન કર્યું

અેક બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને બીજી બાજુ દિવાળી વેકેશન પણ પૂરું થતા અાજથી શાળાઅોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ જશે, જેથી ચૂંટણી શાખાઅે ઊંચું વોટિંગ કરાવવા વિદ્યાર્થીઅો મારફતે વાલીઅોને જાગૃત કરવા અાયોજન ઘડી કાઢ્યું છે, જેમાં પ્રાથમિકના 3.40 લાખ, હાઈસ્કૂલના 80 હજાર અને કોલેજના 22 હજાર જેટલા અંદાજિત વિદ્યાર્થીને મતદાન માટે સંકલ્પપત્ર અાપવાની તૈયારીઅો કરી લીધી છે.

શાળા-કોલેજમાં 20 અોકટોબરથી 9 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન પડ્યું હતું. જે અાજે 10 નવેમ્બરથી પૂરું થતા સરકારી, બિનસરકારી, અનુદાનિત શાળા કોલેજોમાં કુલ 6.40 લાખ છાત્રો માટે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે. જોકે, શૈક્ષણિક કાર્ય સાથે ચૂંટણીમાં મતદાન કરાવવા માટેની જાગૃતિ માટેના પાઠ ભણાવવામાં આવશે.

ચૂંટણી શાખાઅે યુનિવર્સિટી અને શિક્ષણ શાખા પાસે વિદ્યાર્થીઅોની સંખ્યાનો અાંકડો માંગ્યો હતો, જેથી વિદ્યાર્થીઅોના વાલીઅો પાસે મતદાન માટે સંકલ્પપત્ર છપાવી શકાય. જે સંકલ્પ પત્ર દ્વારા વાલીઅોને મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં અાવશે. જેની પાછળનો ઉદ્દેશ્ય ઊંચું મતદાન કરાવવાનું છે. જે લોકશાહી માટે અત્યંત જરૂરી છે.

વાલીઅોઅે પણ વિદ્યાર્થીઅો પાસેથી સંકલ્પપત્ર મેળવીને મતદાનના દિવસે અવશ્ય મત અાપવા નીકળવું જોઈઅે. કેમ કે, તો જ ઈચ્છિત ઉમેદવાર અને ઈચ્છિત પક્ષના હાથમાં શાસનની ધૂરા અાવશે. મતદારોઅે વધુમાં વધુ યોગ્ય ઉમેદવારને મત અાપીને લોકશાહીમાં નાગરિક ધર્મ બજાવવું જ જોઈઅે. હકીકતમાં તો ગામેગામ ગામ અગ્રણીઅોઅે ગ્રામજનો પાસે મત અાપવાના સામૂહિક સંકલ્પ લેવડાવવા જોઈઅે અને ગ્રામજનોઅે પણ ઉત્સાહભેર ભાગ લેવો જોઈઅે.

અન્ય સમાચારો પણ છે...