બેદરકારી:બોલો, પાલિકામાં નોકરી પાકી થાય એ પહેલા નિવૃત્તિ આવી ગઈ!, સ્વચ્છતા અભિયાન અંતગર્ત પૂર્ણાકાલીન કામદારોની ભરતી માટે છૂટ અપાઇ હતી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાયકા સુધી હિસાબી વર્ષ દરમિયાન 5 વર્ષના આજમાયેલી મુદ્દતે પૂર્ણકાલિન સફાઈ કામદારોની નિમણૂક કરાઇ હતી

ભુજ નગરપાલિકાઅે 2018ના હિસાબી વર્ષ દરમિયાન 5 વર્ષના અાજમાયેલી મુદ્દતે પૂર્ણકાલિન સફાઈ કામદારોની નિમણૂક કરી હતી, જેમાંથી 2 કર્મચારીઅોને દાયકાઅો સુધી રોજંદારી કર્યા બાદ નિમણૂક અપાઈ હતી, જેથી અાજમાયેલી મુદ્દત પૂરી થાય અે પહેલા જ નિવૃત્તિની ઉંમર અાવી ગઈ હતી, જેથી નિવૃત્ત કરી દેવાયા હતા! જેને પ્રગતિશીલ ગુજરાતમાં અદભૂત, અકલ્પનીય, અવિશ્વસનીય ઘટના!! કેન્દ્ર સરકારે સ્વચ્છતા અભિયાન છેડ્યું હતું

જેમાં પૂર્ણકાલિન સફાઈ કામદારો ભરતીની પણ છૂટ અાપી હતી, જેથી ભુજ નગરપાલિકામાં પણ 2018 હિસાબી વર્ષ દરમિયાન સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા થઈ હતી, જેમાં ઈન્ટરવ્યૂની પ્રક્રયામાં કલેકટર કચેરીમાંથી અાવેલા અધિકારીઅો પણ જોડાયા હતા. જે ભરતી પ્રક્રિયામાં રોજંદારોને પણ અગ્રતાક્રમ અાપવા નિર્ણય લેવાયો હતો, જેથી દાયકાઅોથી ભુજ નગરપાલિકામાં રોજંદાર તરીકે નોકરી કરતા કર્મચારીઅોને પણ સમાવાયા હતા. જેઅોનો 5 વર્ષનો અાજમાયેલી પિરિયડ પૂરો થાય અે પહેલા 2022ની 30મી અોગસ્ટ પહેલા તેઅોની નિવૃત્તિની ઉંમર થઈ ગઈ હતી, જેથી મુખ્ય અધિકારી અને મહેકમ શાખાઅે તેમને નિવૃત્ત કરી દીધા હતા.

હા, અેવી ઘટના બની છે : મહેકમ બ્રાન્ચ હેડ
સૂત્રોઅે જણાવ્યું હતું કે, કુલ ચાર જણને નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું, જેમાં નટુભા ગગુભા ઝાલા, મગન ગાંડા સોલંકી, ગાૈરી પ્રેમજી વાઘેલા અને છોટેલાલ સુવાજીનો સમાવેશ થતો હતો, જેમાંથી ગાૈરી પ્રેમજી વાઘેલા અને છોટેલાલ સુવાજીને પૂર્ણકાલિન નિયુક્તિમાં 5 વર્ષના અાજમાયેલી પિરિયડમાં 2018 દરમિયાન નોકરીઅે રખાયા હતા અને અે મુદ્દત પૂરી થાય અે પહેલા વયમર્યાને કારણ નિવૃત્ત કરી દેવાયા છે. મહેકમ શાખાના વડા યોગેશ જણસારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા, અે ઘટના બની છે. અેવા બે કર્મચારીઅો હતા.

અન્ય સમાચારો પણ છે...