સરકારી લાભોની સમજ અપાઈ:નખત્રાણાના ઉખેડા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 16 ગામના સરપંચ હાજર રહ્યા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં લોકોને સરકારી લાભો અંગે સમજ અપાઈ
  • અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા

વૃદ્ધ સહાય, વિધવા સહાય, અપંગ સહાય અપાવવા માટે વહીવટી કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓ અને સહાય યોજનાઓનો લાભ અપાશે એવું નખત્રાણા તાલુકાનાના ઉખેડા ખાતે 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કહ્યું હતું. નખત્રાણા તાલુકાના નેત્રા કલસ્ટરમા આવતા 16 ગામોના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા સમજ અપાઈ હતી.

નખત્રાણાના લખન દેસાઈના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સંકલ્પ સાથે સેવા સેતુના 8મા તબક્કાનો નખત્રાણા તાલુકાના નેત્રા ક્લસ્ટરના 16 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ તાલુકાના ઉખેડા પ્રાથમિક શાળા મધ્ય યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ઉત્પલસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, નખત્રાણા મામલતદાર ભરતકુમાર દરજી, નાયબ મામલતદાર રાકેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોશી, નેત્રા સરપંચ બહાદુરસિંહ જાડેજા, રાજેશ પલણ, રસલીયા સરપંચ જેંતીલાલ પરમાર, ઉખેડા સરપંચ તુષાર ગોસ્વામી, ઉપસરપંચ કાનાભાઈ રબારી એમ 16 ગામોના સરપંચો હાજર રહ્યા હતા.

નખત્રાણા મામલતદાર ભરતકુમાર દરજીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને ઉત્કર્ષ પહેલ અંતર્ગત સમાજ સુરક્ષા યોજનાઓની લગતી માહિતી આપવામાં આવી હતી તેમજ તાલુકા હેલ્પલાઇન નંબર 02835222124 ઉપર વોટ્સઅપ દ્વારા પણ યોજનાઓની માહિતી મેળવી શકાશે. જેનો પણ લાભાર્થીઓ ભરપૂર ઉપયોગ કરે તદુપરાંત પાત્રતા ધરાવતા એન.એફ.એસ.એ કાર્ડ ધારકોને સ્વેચ્છાએ કાર્ડ રદ કરાવવા મામલતદાર દ્વારા અપીલ કરાઈ હતી. જેથી જરુરિયાતમંદ લોકો સરકાર સહાય મેળવી શકે.

વૃદ્ધ સહાય ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન વૃદ્ધ સહાય યોજના ઇન્દિરા ગાંધી વિધવા સહાય યોજના નિરાધાર અપંગ વૃદ્ધ સહાય યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નો લાભ આ વિસ્તાર ના 16 ગામોના લોકોને મળે તે માટે પ્રયાસો કરાશે. લાભાર્થીઓનો ડોર ટુ ડોર સરવે કરી માહિતગાર કરવા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલે જણાવ્યું હતું.

એન.એફ.એસ.એ કાર્ડની પાત્રતા ધરાવતા લોકોએ સ્વેચ્છાએ કાર્ડ રદ કરાવવા અરજી કરવી જેથી જરૂરિયાત મંદોને લાભ અપાવી શકાય અને આ વિસ્તારના ગામોના લોકો સરકારી યોજનાઓ અને સરકારી સહાયથી ઉચિત ન રહે તે માટે પણ ઉત્કર્ષ કાર્યકરો નીમી યોજનાઓની જાણકારી પહોંચાડવા અપીલ કરાઇ હતી.

પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાની સહાય મેળવવા માટે દરેક ખેડૂતોએ વેળાસર કેવાયસી કરાવી લેવા જણાવવામાં આવ્યું હતું. ગામ લોકો દ્વારા પણ ઉખેડા ગામમાં ગૌચર દબાણ સાહિતના તેમજ અન્ય પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેના નિવારણ માટે મામલતદાર દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી અને દબાણની ખરાઈ કરી યોગય કાર્યવાહી પણ કરાશે. સમગ્ર સંચાલન હરિસિંહ રાઠોડ દ્વારા કરાયું હતું. તેમજ આભાર દર્શન ઉખેડા સરપંચ તુષાર ગોસ્વામી દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...