નવીન પ્રયોગ:કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અપાશે સરદાર પટેલ સંશોધન પુરસ્કાર

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિસાનોએ 30મી જુલાઈ સુધીમાં સાધનિક કાગળો સાથે અરજી કરવી

કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ સંશોધન પુરસ્કાર આપવામાં આવશે, જેને લઇને કિસાનોએ તા.30મી જુલાઇ સુધીમાં સાધનિક કાગળો સાથેની અરજી કરવાની રહેશે. સરદાર પટેલ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત મુખ્ય પાકો પર નવીન પ્રયોગ દ્વારા આગવી કોઠાસૂઝથી વિકસાવેલા વધુ ઉત્પાદન આપતી નવીન જાતની સિદ્ધિનું પ્રદાન, પોતાના વિસ્તારમાં નવીન પાક દાખલ કર્યો હોય, પિયત પાણીનો કરકસર ભર્યો અને કાર્યક્ષમ ઉપયોગ કરી સિદ્ધિ મેળવી હોય, વરસાદના વહી જતા પાણીને રીચાર્જીંગ અને જુદી-જુદી પદ્ધતિઓ દ્વારા સંગ્રહ કરી કુવા-બોરના તળ ઊંચા લાવવા માટે પ્રેરણારૂપ બને તેવી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય.

વરસાદ આધારિત સુકી ખેતી વિસ્તારમાં સુકી ખેતી અંગેની ટેક્નીક વિકસાવી વરસાદની અછત સમયે સૂકી ખેતી ક્ષેત્રે સિદ્ધિ મેળવી હોય, જુદા-જુદા પાકો પર જીવાત નિયંત્રણ માટે પ્રયોગ દ્વારા પોતાની આગવી કોઠાસૂઝથી વિકસાવેલી નવીનતમ સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિ, થ્રેસીંગ કે અન્ય પ્રકારના ખેતી ઉપયોગી ખેત ઓજારને આગવી કોઠાસૂઝથી વિકસાવ્યા હોય, સેન્દ્રીય ખેતીમાં કૃષિ ઇનપુટ્સમાં નવીનતમ કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ, ખેતીપાકો/બાગાયતી પાકોનું સેન્દ્રીય ખેતીનું સર્ટીફાઈડ ઉત્પાદન, સેન્દ્રીય ખેતીની ઉપજના પ્રોસેસીંગ/મુલ્યવર્ધન તથા બજાર વ્યવસ્થા, સેન્દ્રીય ખેતીના પ્રચાર-પ્રસાર અને જાગૃતિ માટે યોગદાન આપ્યું હોય તે ખેડૂતોએ તા.30/7 સુધીમાં તાલુકાના વિસ્તરણ અધિકારી(ખેતી) કે, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં નિયત સાધનિક કાગળો સાથે અરજી પહોંચતી કરવાની રહેશે. નિયત અરજીફોર્મ વેબસાઈટ http://dag.gujarat.gov.in પરથી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...