આયોજન:કચ્છ સહિત રાજ્યના પશુપાલકો સાથે ગાંધીનગરમાં ‘સંવાદ’

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃત્રિમ બીજદાન દ્વારા ઉત્તમ પ્રકારની પશુ ઔલાદ પેદા કરવા સહિતના મુદ્દે ચર્ચા

નવતર પહેલના ભાગરૂપે રાજ્યના માલધારી સમાજની રજૂઆતો સમજી તેના હકારાત્મક ઉકેલ માટે પ્રથમવાર ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેક્સડ સિમેન દ્વારા 80 થી 90 ટકા કિસ્સામાં પાડીઓ, વાછરડીઓને જન્મ આપી શકાય અેવી માહિતી અાપી હતી. સંવાદ દરમિયાન કચ્છના માલધારીઅોને તેમની સમસ્યા સમજી ઉકેલ માટે ધરપત અાપવામાં અાવી હોવાના હેવાલ છે.

મંત્રીએ વધુ પ્રકાશ પાડતા કહ્યું હતું કે, કૃત્રિમ બીજદાન દ્વારા ઉત્તમ પ્રકારની પશુ ઔલાદ પેદા થાય છે જેના થકી દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય. આ ઉપરાંત સેક્સડ સિમેન જેવી નવી પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવા તેમજ નાના પશુપાલકો માટેની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા જોઈઅે. ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મેહસાણા, જામનગર, મોરબી, જૂનાગઢ, અને આણંદના માલધારી સમાજના પશુપાલક ભાઈ-બહેનો સહભાગી થઈને મંત્રીને વિવિધ રજૂઆતો કરી હતી. સંવાદનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, માલધારી સમાજની સૂચનો-ર જૂઆતોના હકારાત્મક ઉકેલ માટે સરકાર હંમેશા તત્પર છે.

જેના ભાગરૂપે આજે પશુપાલન વિભાગ દ્વારા આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. પશુઓને સમયસર તાત્કાલિક સારવાર મળી તે માટે રાજ્યમાં અંદાજે 170 પશુ ચિકિત્સકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે સત્વરે પૂર્ણ કરશે. પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન ઠાકરે પશુપાલન વિભાગ દ્વારા માલધારી સમાજ સર્વાંગી વિકાસ માટે અમલી વિવિધ પશુ કલ્યાણલક્ષી યોજનાઓની રૂપરેખા આપીને પશુપાલકોને માહિતીગાર કર્યા હતા. પશુપાલન વિભાગના સચિવ કે.એમ.ભી મજીયાણી, ગુજરાત માલધારી સેલના ડૉ.સંજય દેસાઇ હાજર રહ્યા હતા. પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન ઠાકરે પશુપાલન વિભાગ દ્વારા માલધારી સમાજ સર્વાંગી વિકાસ માટે અમલી વિવિધ પશુ કલ્યાણલક્ષી યોજનાઓની રૂપરેખા આપીને પશુપાલકોને માહિતીગાર કર્યા હતા.

રખડતા ઢોરથી જાનહાનિ અટકાવવા કહ્યું
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વિવિધ સંસ્થાઓમાં રાખવામાં આવતા રખડતા પશુઓના નિભાવવા માટે પ્રતિ દિન પશુ દિઠ રૂ. 30 લેખે નિભાવ સહાય આપવામાં આવે છે. શહેરો અને ગ્રામ્ય પ્રદેશોમાં છોડી મુકવામાં આવતા રખડતા ઢોરથી સર્જાતા અકસ્માત દ્વારા થતી માનવ જાનહાની અટકાવવાનો ઉલ્લેખ કરીને તેની યોગ્ય વ્યવસ્થા કરવા પણ મંત્રીએ પશુપાલકોને અનુરોધ કર્યો હતો.

સ્થળાંતરિત માલધારીના બાળકોની ચિંતા
માલધારીઓને વીજળી-પાણીની વ્યવસ્થા મળે, વધુને વધુ ગૌપાલક મંડળીઓ બનાવવામાં આવે તેમજ સ્થળાંતરીત કરતા માલધારીઓના બાળકો માટે યોગ્ય શિક્ષણ વ્યવસ્થા ગોઠવાય તે દિશામાં રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...