વિવાદ:ભુજમાં પગાર,સુખપરમાં પૈસા, માધાપરમાં ગાડી મુદ્દે મારામારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘાયલોને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા

ભુજની લોટ્સ કોલીનીમાં પગાર,સુખપરમાં મોચીરાઈ રોડ પર ઉછીના પૈસા અને માધાપરના નરનારાયણનગરમાં ગાડી ધોવા મુદ્દે મારામારી થતા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જી.કે.જનરલ હોસ્પિટલમાં નોંધાયેલી એમએલસીની વિગતો મુજબ,લેવા પટેલ હોસ્પિટલ પાસે રહેતા સંજય ગાવરી અને ભક્તિ પાર્કમાં રહેતા ભરત શાંતિલાલ સથવારાને લોટ્સ કોલોનીમાં માર મારવામાં આવ્યો હતો.તેઓ કચ્છ યુનિવર્સિટીના સફાઈ કામદાર સુપરવાઈઝર રાહુલ ગાવરીના નેજા હેઠળ કામ કરે છે.

સાથી કામદાર અરૂણનો આખા મહિનાનો પગાર બાકી હોઇ પગાર લેવા ગયા ત્યારે બોલાચાલી થતા વિનોદ ગાવરી, રાહુલ ગાવરી, બસીર પઠાણ, વિકાસ ચનાલે બન્નેને ધોકાવડે માર માર્યો હતો.તો રહીમનગરમાં રહેતા આશિફ અબ્દુલ્લા ફકીરનો નાનો ભાઈ મોઈન મોચીરાઈ-સુખપર પાસે હતો ત્યારે રહીમ ફકીર, સુલતાન ફકીર, હાસમ ફકીરે મોહિન પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા.

જે આપવાની ના પાડતા પાઈપથી માર મરાયો હતો દરમ્યાન જુનાવાસ માધાપરના નરનારાયણનગરમાં ઘર પાસે ગાડી ધોવા મુદ્દે મારામારી થઈ હતી.જેમાં સ્વાતિબેન પ્રવીણભાઈ જોષીએ લખાવ્યું હતું કે, સંજય જોષી અમારા ઘરની બાજુમાં ગાડી ધોતા હતા ત્યારે માતા પ્રીતિબેને વાહન ધોવાની ના પાડતા સંજય તેમજ રશ્મી સંજય જોષી, નમ્રતા સંજય જોષી, વૈદયા સંજય જોષી, વિવેક સંજય, વીણા જોષીએ માતાને ધોકાવડે માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...