વિવાદ:કુકમા ગ્રા.પં.ની સામાજિક ન્યાય સમિતિની પુન:રચનામાં ઉદાસી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા વિકાસ અધિકારી બાદ ડી.ડી.ઓ.એ પણ રદ કરી હતી
  • સામાન્ય સભાના એજન્ડમાં સમાવેશ ન થતા 1 મહિનો ઠેલાશે

ભુજ તાલુકાની કુકમા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની ઉપેક્ષા કરીને સામાજિક ન્યાય સમિતિમાં કો-અોપ્ટ. સભ્ય સમાવાયા હતા. જેને તાલુકા પંચાયતમાં પડકારવામાં અાવ્યું હતું, જેથી સમિતિ અમાન્ય ઠરી હતી. જે બાદ જિલ્લા પંચાયતે પણ અમાન્ય ઠરાવી હતી. પરંતુ, ત્યારબાદ મંગળવારે મળેલી સામાન્ય સભાના અેજન્ડામાં સામાજિક ન્યાય સમિતિની રચનાનો સમાવેશ કરાયો ન હતો, જેથી વિવાદ થયો છે.

ભુજ તાલુકા વિકાસ અધિકારીઅે હુકમ કર્યો હતો કે, તલાટી સહ મંત્રીઅે 2022ની 24મી ફેબ્રુઅારીઅે સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ મોકલી છે, જેમાં સામાજિક ન્યાય સમિતિની રચના બહુમતીથી કરવામાં અાવ્યાનું જણાવાયું છે. પરંતુ, વોર્ડ નંબર 8ના સભ્ય કંકુબેન અમૃત વણકરની અરજીથી જાણવા મળ્યું છે કે, ગ્રામ પંચાયતમાં અનુસૂચિત, અાદિજાતિના સ્ત્રી સદસ્ય ચૂંટાયેલા છે.

અામ છતાં સમિતિમાં કો.-અોપ્ટ. સભ્યને નિમણૂક અાપવામાં અાવી છે. જે નિયમોથી સુસંગત નથી, જેથી સમિતિની રચના રદ કરી નવેસરથી સમિતિની રચના થવી જોઈઅે. ગ્રામ પંચાયતે ટી.ડી.અો.ના ચૂકાદાને જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં પડકાર્યો હતો. પરંતુ, જિલ્લા વિકાસ અધિકારીઅે પણ તાલુકા વિકાસ અધિકારીના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

26મી જુલાઈઅે તાલુકા પંચાયત વિકાસ અધિકારીને પણ મોકલી અાપ્યો હતો. જોકે, 2જી અોગસ્ટથી તલાટીઅોની હડતાળ હતી. પરંતુ, મંગળવારે સામાન્ય સભા મળી અેમાં અેજન્ડામાં સામાજિક ન્યાય સમિતિની રચનાનો સમાવેશ કરાયો ન હતો, જેથી કુકમા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્ય કંકુબેન અમૃત વણકરે વાંધો લીધાના હેવાલ છે.

તેમનું કહેવું છે કે, 8 મહિનાથી સમિતિની રચના થઈ નથી. વેળાસર રચના થવી જોઈઅે. તેમને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય સભાના અન્ય અેજન્ડા તૈયાર થઈ શકે કે તો સામાજિક ન્યાય સમિતિની રચનાનો સમાવેશ કેમ ન કરી શકાય.

હુકમ મોડો મળ્યો
કુકમા ગ્રામ પંચાયતના મંત્રી વાઘસિંહ વાઘેલાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અમને હુકમ મોડો મળ્યો છે, જેથી સામાન્ય સભાના અેજન્ડામાં સમાવી શકાયો નથી. હવે અેક મહિના બાદ સામાન્ય સભા મળશે ત્યારે સમાવેશ કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...