• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Ruthless Husband Dismembered His Wife's Body And Sent It To G.K. Thrown In Front Of The General, The Two Suspects Were Picked Up By The LCB

હત્યાની રહસ્યમય ઘટના:નિર્દયી પતિએ પત્નીનું કાસળ કાઢી લાશને જી.કે. જનરલ સામે ફેંકી, બે શકદારને LCBએ ઉઠાવ્યા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેબસિરીઝ અને ફિલ્મોમાં જોવા મળતી ઘટના ભુજમાં બની
  • સાંજે ચાર વાગ્યે છકડામાં આવી મૃતદેહ મૂકી ચા પીવા જાઉં છું તેમ કહી વ્યક્તિ નીકળી ગયો, શોધખોળ માટે પોલીસ કર્મચારીઓ દોડતા રહ્યા

શહેરમાં જી.કે.જનરલ હોસ્પિટલની સામે ભરબપોરે છકડામાં આવેલી વ્યક્તિ મહિલાની લાશ મૂકીને પલાયન થઈ જતા ભારે ચકચાર પ્રસરી હતી.જોકે સતર્ક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આ મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું છે.જેથી મર્ડરની આ રહસ્યમય ઘટનામાં બે શકદારોને પૂછપરછ માટે ઉઠાવી લેવાયા હતા.

જાણવા મળતી માહિતી પ્રમાણે,શુક્રવારે ચાર વાગ્યાના અરસામાં છકડામાં વ્યક્તિ આવ્યો અને 35 થી 40 વર્ષની આ મહિલાની લાશને નીચે ઉતારી જમીન પર ચાદર પાથરીને સુવડાવી હતી. જેથી ત્યાં ઉભેલા વ્યક્તિએ મહિલાને અહીં રાખવા કરતા સામે હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું આ દરમિયાન છકડાવાળો ભાડું લઈને ચાલ્યો ગયો પણ તેની સાથેના વ્યક્તિએ કહ્યું કે મહિલાને ફીટ અને ચક્કરની બીમારી છે જેના કારણે બેભાન થઈ ગઈ છે અને સારવાર માટે તેને હોસ્પિટલમાં લઈ જવા માટે સગા આવી રહ્યા છે તેમ કહી તે મહિલાના પગ ઘસવા લાગ્યો હતો.

જેથી સ્થાનિકોને તેની વાત સાચી લાગી પણ થોડીવારમાં આ વ્યક્તિ ચા પીવા જાઉં છું તેમ કહીને ગયો તે બાદ આવ્યો જ નહીં.જેથી શંકા જતા હોસ્પિટલમાં જાણ કરાઈ ત્યાંથી પોલીસ સ્ટાફના માણસો દોડી આવ્યા,જ્યાં તપાસ દરમિયાન આ મહિલા મૃત હોવાનું સામે આવતા એમ્બ્યુલન્સ બોલાવી લાશને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.આ મહિલાની લાશને અહીં મૂકી કોણ ગયું તે સવાલ ખૂબ ચર્ચાયો જોકે પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી.જેમાં નેત્રમના સીસીટીવી કેમેરા તેમજ હોસ્પિટલ આસપાસના કેમેરાની તપાસ કરી લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

જે બાદ આ છકડા ચાલકને લાખોંદ પાટિયા પાસેથી રોકાવી પૂછપરછ કરતા તેણે કોટડા ચકારથી મહિલાને બેસાડી હોવાનું અને તેની સાથેના વ્યક્તિએ મહિલા બેભાન હોવાનું કહ્યું હતું. તેવી કેફિયત આપી હતી. બાદ તપાસમાં કુકમા વિસ્તારમાંથી બે જણને શકદાર તરીકે ઉઠાવી લેવાયા હતા.પોલીસની તપાસમાં આ મામલો કરપીણ હત્યા હોવાનું સ્પષ્ટ થયું છે.

જેમાં મહિલાને પગમાં ભાગે ઇજાઓ થઈ હતી.હતભાગી કડિયા કામ કરતી હોવાનું પહેરવેશ પરથી સામે આવ્યું હતું.ઘટનાની જાણ થતા એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમા,બી ડિવિઝન પીઆઇ કે.સી વાઘેલા અને પધ્ધર પીએસઆઈ વનરાજસિંહ ઝાલા સહિત પોલીસ સ્ટાફે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ લખાય છે ત્યારે રાત્રે શકદારોની પૂછપરછ અને ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલી રહી હોવાથી વધુ વિગતો સાંપડી શકી નથી.આ મામલે આજે પધ્ધર પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે તેવું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.

એ નાની બાળકી કોણ હતી ?
સ્થાનિકેથી જાણવા મળ્યું કે,આ મહિલાની સાથે એક વ્યક્તિ હતો જે લાશ મૂકી ગયો પણ તેની સાથે એક નાની બાળકી પણ હતી જેથી એ કોણ હતી ? તેને લઈને લોકોમાં ચર્ચા થઈ રહી છે જેથી તપાસ કરતા સામે આવ્યું હતું કે,આ બાળકી હતભાગીની જ દીકરી હતી આ માસૂમને ખબર પણ નહીં હોય કે તેના પિતા સાથે તેની માતાને લાશને મુકવામાં આવી છે ! આ ઘટનાએ દિવસભર ચકચાર જગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...