ઉલ્લંઘન:પંચાયતોમાં બદલી અને નિયુક્તિમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ સ્થળે 3થી વધુ વર્ષ ફરજ બજાવનારાની વિગતો મંગાઈ
  • વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીને કહ્યું તાત્કાલિક અહેવાલ મોકલાવો

ગાંધીનગરથી પંચાયત, ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે વિકાસ કમિશનરને પત્ર લખી કહ્યું કે, જિલ્લા પંચાયતોના સામાન્ય વહીવટ વિભાગની બદલીઅો અને નિયુક્તિઅોના સર્વગ્રાહી માર્ગદર્શક સિદ્ધાંતોનો ચૂસ્તપણે અમલ કરવામાં અાવતો નથી, જેથી અેક જ સ્થળે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઅોની વિગતો મોકલી અાપો. જેના પગલે વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક વિગતો મોકલી અાપવા કહ્યું છે.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 10મી જૂને વિકાસ કમિશનરને લખેલા પત્રમાં વધુ જણાવ્યું હતું કે, કર્મચારી ગણના વધુ સારા વ્યવસ્થાપન અને તેના વહીવટ માટે જ્યાં અાવશ્યકતા હોય ત્યાં જરૂરી ફેરફારો સાથે બદલીઅો અને નિયુક્તિઅોના સર્વગ્રાહી માર્ગદર્શક સિદ્ધાંતો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં અાવેલા છે. અામ છતાં ચૂસ્તપણે અમલ કરવામાં અાવતો નથી. અેવું ધ્યાને અાવ્યું છે. જેના પગલે વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીને 13 જૂનના 12 વાગ્યા સુધીમાં હાર્ડકોપી અને સોફ્ટ કોપીમાં મોકલી અાપવા જણાવ્યું છે.

જિલ્લા પંચાયતમાં જ પગ તળે રેલો
કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારીના પી.અે. જ વર્ષોથી ડી.ડી.અો.ના પી.અે. તરીકે ફરજ બજાવ છે. અામ છતાં તેમની બદલીઅો કરાઈ નથી. હકીકતમાં જે સ્ટેનોગ્રાફર હોય અેને જ પી.અે. તરીકે રાખી શકાય. પરંતુ, અે નિયમનો પણ ઉલ્લંઘન થયો છે અને બીજી તરફ અણમાનીતા કે રાજકીય વગ ન ધરાવતા બીજા કર્મચારીઅોને માત્ર પાંચ માસના અંતરે બદલી નાખવામાં અાવતા હોય છે.

કારણો પણ જણાવવા પડશે
પાલન કેમ નથી કર્યું તેના કારણો સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હેઠળના પંચાયત સેવા સંવર્ગ વર્ગ 3ના કર્મચારીઅો કે જેઅોઅે અેક જ જગ્યા, શાખામાં ત્રણ વર્ષ પૂરા કર્યા હોય અને તેઅોને અન્ય શાખા, સ્થળે બદલવામાં અાવ્યા ન હોય, તેમજ જેઅોઅે અેક જ સ્થળે પાંચ વર્ષની નોકરી કરેલ હોય તેઅોની બદલી અન્ય તાલુકા, સ્થળે કરવામાં અાવેલ ન હોય, તેવા કર્મચારીઅોની નામની યાદી 3 દિવસમાં અાજ્ઞા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...